પાકિસ્તાનમાં હિંદુ મંદિર સામેની અરજી ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી

સૈદપુર મંદિર
ઇમેજ કૅપ્શન, સૈદપુર મંદિર
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ઇસ્લામાબાદની હાઈ કોર્ટે પાકિસ્તાનની રાજઘાનીમાં એક કૃષ્ણ મંદિરના નિર્માણ સામે થયેલી ત્રણ પિટિશનોને ફગાવી દીધી છે.

ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી જણાવે છે કે હાઈ કોર્ટે તમામ પિટિશનોને રદ કરી દીધી છે.

આ પિટિશનોને રદ જાહેર કરતા ઇસ્લામાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ આમિર ફારૂકે કહ્યું કે રાજધાની વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ અને બોર્ડના સભ્યો પાસે રાજધાની કોઈ પણ ધાર્મિક સ્થળ માટે જમીન આપવાની સત્તાઓ છે અને મંદિર માટે જમીન રાજધાની માસ્ટર પ્લાન અનુસાર આપવામાં આવી છે.

જસ્ટિસ આમિર ફારૂકે કહ્યું કે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં હિંદુઓની વસતીને અનુરૂપ ત્રણ મંદિરો છે એવી દલીલ ટકી શકે નહીં.

જસ્ટિસ આમિર ફારૂકી સામે કોરોનામાં સરકારી તિજોરી પર ખર્ચનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, અદાલતે કહ્યું કે જમીન આપવામાં આવી છે અને મંદિરના નિર્માણ માટે હજી સુધી કોઈ રકમ ખર્ચવામાં નથી આવી એથી એ દલીલ અયોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સરકારે હિંદુ મંદિરના નિર્માણ માટે જમીનની ફાળવણીનો કેટલાક મૌલવીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેની સામે ત્રણ અરજીઓ થઈ હતી.

કેટલાક મૌલવીએ એમ પણ કહ્યું કે ઇસ્લામિક સરકાર ધાર્મિક રીતે મંદિર માટે ભંડોળ ન આપી શકે.

ઇસ્લામાબાદ હાઈ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે, પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 20 મુજબ દેશમાં રહેતા તમામ લઘુમતીઓને સ્વતંત્ર રીતે એમના ધાર્મિક સંસ્કારનું પાલન કરવાનો અધિકાર છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો