ભારત-ચીન સીમાવિવાદ : અમેરિકા ભારત માટે યુરોપમાંથી સૈન્ય ખસેડશે

અમેરિકન સૈન્ય

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા કેવી છે તેના પર સૌની નજર છે. પરંતુ આખા વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માઇક પૉમ્પિયોના અત્યાર સુધીનાં નિવેદન ભારત માટે બહુ ઉત્સાહજનક નથી રહ્યાં. જોકે ગુરુવારે માઇક પૉમ્પિયોએ જે કહ્યું તે ઘણું મહત્ત્વપૂર્ણ છે.

માઇક પૉમ્પિયોએ બ્રઝેલ્સ ફોરમમાં કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના વધતાં ખતરાને જોતાં અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી હતી કે અમેરિકા જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપીયન સંઘે નારાજી જાહેર કરી હતી.

પૉમ્પિયોએ કહ્યું કે "ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કાર્યવાહી ભારત, વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ-ચીની સાગર માટે ખતરો છે."

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું, "અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો સામનો કરવા માટે તૈયાર રહીએ. અમને લાગે છે કે આ એક પડકાર છે અને અમે જોઈશું કે અમારી તૈયારી પૂરી છે."

line

ચીનનો ખતરો

ચીની સૈન્ય

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પોતાના પાડોશી દેશો માટે ખતરો બની ગયું છે અને અમેરિકાની નજર તેના પર છે. પૉમ્પિયોએ કહ્યું કે અમેરિકા ચીનના ખતરાને લઈને યુરોપિયન સંઘ સાથે પણ ચર્ચા કરશે.

અમેરિકાના વિદેશમંત્રીએ ભારત-ચીન સરહદ પર લોહિયાળ ઝડપ, દક્ષિણ ચીની સાગરમાં ચીનનો હસ્તક્ષેપ અને અન્ય દેશોને નુકસાન કરે તેવી ચીનની આર્થિક નીતિ વિશે ખુલીને વાત કરી હતી.

પૉમ્પિયોએ કહ્યું કે ટ્રાંસ-ઍટલાન્ટિક ઍલાયન્સે ચીનના ખતરાને લઈને સહયોગ વધારવામાં મદદ કરી હતી.

પૉમ્પિયોએ કહ્યું કે સંઘ અને અમેરિકાએ ચીનના ખતરાને જોતાં મળીને કામ કરવાની જરૂર છે એટલે કોઈ કાર્યવાહી પણ સાથે મળીને કરી શકાય.

તેમણે કહ્યું કે યુરોપ પર હંમેશાં ચીનને લઈને નરમ રહેવાનો આરોપ લાગતો રહ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

માઇક પૉમ્પિયોને એ પણ પૂછવામાં આવ્યું કે "શું ચીનની ટેલિકૉમ્યુનિકેશન કંપની ખ્વાવે પણ ચીન સર્વેલાન્સનો ભાગ છે?"

આ પ્રશ્નના જવાબમાં પૉમ્પિયોએ કહ્યું, "ચીનના સુરક્ષાકર્મી આ કંપનીના મુખ્યાલયમાં કામ કરે છે. ચીની કાયદા હેઠળ ડેટા માગવા પર ખ્વાવે કોઈ પણ ડેટા આપી શકે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની માગ પર આ કંપની ખાનગી ડેટા પણ આપે છે."

line

યુરોપમાં સેના ઘટાડવાનો અમેરિકાનો તર્ક

અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયો અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર

ઇમેજ સ્રોત, Getty Images

જર્મનીમાં અમેરિકા પોતાના સૈનિકોની સંખ્યા 52 હજારથી 25 હજાર કરવા જઈ રહ્યું છે.

પૉમ્પિયોએ અમેરિકાના નિર્ણય પર કહ્યું, "અમુક ખાસ જગ્યાઓ પર અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે જેથી જ્યાં વધારે જરૂરી છે ત્યાં ખતરાનો સામનો કરી શકાય."

"હું ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી રહ્યો છું. હવે ચીનથી ભારતને ખતરો છે, વિયતનામને પણ ખતરો છે. એ સિવાય મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ ચીની સાગરમાં પડકારો વધી રહ્યા છે. એવા વિસ્તારો વધ્યા છે જ્યાં સુરક્ષાને લઈને ચિંતા છે."

"અમેરિકાના નિર્ણયમાં તે વિસ્તારો પર પણ નજર છે જ્યાં ચીનનો ખતરો વધ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ભાગીદારો વચ્ચે આને લઈને વાતચીત થાય."

આ નિર્ણય માટે ટ્રમ્પની ટીકા પણ થઈ રહી છે. તેમના ટીકાકારોનું કહેવું છે કે આનાથી યુરોપમાં રશિયાનો ખતરો વધશે. જોકે પૉમ્પિયો આ તર્ક સાથે સહમત નથી. તેમણે કહ્યું કે લાંબા સમયથી વિશ્વમાં અમેરિકન સેનાની હાજરીને લઈને સમીક્ષા નહોતી થઈ.

પૉમ્પિયોએ કહ્યું, "અલગઅલગ સમયમાં આવા નિર્ણયો લેવામાં આવે છે. રણનીતિની નજરે સેનાની તહેનાતીની સમીક્ષા અમારે ન કરવી જોઈએ?"

"આપણે ખતરા અને સંઘર્ષ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. અમારે જોવું પડશે કે કયો ખતરો કેટલો ગંભીર છે અને તેના હિસાબથી અમે પોતાના સંસાધનો વાપરીશું. આ સંસાધન જાસૂસી અંગે હોય કે વાયુસેના કે પછી મરીન્સને લગતા હોઈ શકે છે."

line

તણાવ ઘટાડવાની જવાબદારી ભારતની : ચીન

ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇડૉંગે સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમા પર તણાવ ઘટાડવાની જવાબદારી ભારત ઉપર ઠાલવી દીધી.

ચીનના રાજદૂતે કહ્યું કે ભારત અને ચીન પોતાના મતભેદનું સમાધાન શોધવામાં સક્ષમ છે પરંતુ તેની જવાબદારી ભારત પર છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ વધુ જટિલ ન બને તે જોવું રહ્યું.

જોકે તેમણે કહ્યું કે સરહદ પર પરિસ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.

છેલ્લાં છ અઠવાડિયાંથી પૂર્વ લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ભારત અને ચીનની સેના સામસામે છે.

ત્યાં સુધી કે 15 જૂનના ગલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ચીનના રાજદૂતે કહ્યું કે પરસ્પર આદર અને સમર્થનથી જ સમાધાન આવશે. જોકે તેમણે કહ્યું કે તણાવ ઘટાડવાની જવાબદારી ભારત પર છે ચીન પર નહીં.

ચીનના રાજદૂતે કહ્યું, "ચીન અને ભારત બહુ મોટા વિકાસશીલ દેશ છે. એક અબજથી વધારેની વસતી ધરાવતા દેશો અર્થતંત્રને આગળ વધી રહ્યા છે."

"બંને દેશ વિકાસનાં કામ કરી રહ્યાં છે. જ્યાં સુધી સરહદના તણાવની વાત છે તો તેને ઘટાડવાની જવાબદારી ભારતની છે, ચીનની નહીં. ભારતની સેનાએ લાઇન ઑફ ઍક્ચુઅલ કંટ્રોને પાર કરીને ચીનની સેના પર હુમલો કર્યો હતો. ભારતની સેનાએ સીમાસમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું."

જોકે ભારતે ચીનના આરોપને નકારી કાઢ્યો હતો. ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તણાવ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "ચીનની સેનાએ યથાસ્થિતિમાં બદલાવની કોશિશ કરી હતી અને દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો