Hanau shooting: જર્મનીના હનાઉમાં બે સ્થળે ગોળીબારમાં 8 લોકોનાં મૃત્યુ, હુમલાખોર ફરાર

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીના હનાઉ શહેરમા બે સ્થળોએ ગોળીબારની ઘટના બની છે જેમાં અત્યાર સુધી 8 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઘટનામાં કમ સે કમ 5 લોકો ઘાયલ થયાં છે એવી જાણકારી સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પરથી મળે છે.
પોલીસે બીબીસીને કહ્યું કે સ્થાનિક સમય મુજબ અંદાજે રાત્રે 10 વાગે આ ઘટના બની છે.
અહેવાલ મુજબ અજ્ઞાત હુમલાખોરે પહેલાં શહેરના બારમાં ગોળીઓ વરસાવી. ગોળીબારીની બીજી ઘટના હનાઉની પાસે કેસેલ્તાદ વિસ્તારમાં બની.
ગોળીબાર કરનારી વ્યક્તિ હાલ ફરાર છે અને પોલીસ હૅલિકૉપ્ટરની મદદથી એમને શોધી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક મીડિયા મુજબ અજાણી વ્યક્તિએ સૌપ્રથમ શિશા બારમાં ગોળીબાર કર્યો અને ત્યાં 4 લોકોનાં મૃત્યુ થયાં. એ પછી ગોળીબારની બીજી ઘટના કેસેલ્તાદમાં બની જ્યાં 5 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગોળીબાર કરનાર વ્યક્તિનો મકસદ શું હતો તે હજી સ્પષ્ટ થયું નથી.
જર્મન અખબાર બિલ્ડનું કહેવું છે કે સંદિગ્ધ હુમલાખોરો ગોળીબાર કરીને નાસી છૂટ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઉલ્લેખનીય છે કે હનાઉ હેસેન રાજ્યનું એક શહેર છે જો ફ્રેંકફર્ટથી પૂર્વમાં 25 કિલોમિટરના અંતરે આવેલું છે.
આ ઘટનામાં હજી વિગતો ઉમેરાઈ રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















