T 20 ક્રિકેટમાં રૅકૉર્ડ : જે વિરાટ કોહલી ના કરી શક્યા તે આ નેપાળી અને શ્રીલંકન ક્રિકેટરોએ કર્યું

પારસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ક્રિકેટના વિશ્વમાં નોંધ લેવી ઘટે એવી બે અલગઅલગ ઘટના વિશ્વના અલગઅલગ છેડે ઘટી છે અને બે અલગઅલગ વિક્રમો નોંધાયા છે.

એક તરફ હૉંગકૉંગમાં નેપાળી ક્રિકેટર પારસ ખડકા આંતરરાષ્ટ્રીય ટી20માં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સદી નોંધાવનારા વિશ્વના પ્રથમ પુરુષ ખેલાડી બન્યા તો બીજી બાજુ શ્રીલંકાનાં મહિલા કૅપ્ટન ચામરી અટ્ટાપટ્ટુએ ટી20માં લક્ષ્યાંકનો પીછો કરતાં સદી ફટકારી.

line

પારસ ખડકાનો વિક્રમ

પારસ

ઇમેજ સ્રોત, Getty Images

આંતરાષ્ટ્રીય ટી20માં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સદી નોંધાવનારા વિશ્વના પ્રથમ કૅપ્ટન બન્યા છે.

31 વર્ષના ઑલરાઉન્ડર પારસે અણનમ 106 રન ફટકાર્યા છે. જેમાં 9 છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.

સિંગાપોરના ઇન્ડિયન ઍસોસિએશન ગ્રાઉન્ડ ખાતે સિંગાપોર વિરુદ્ધની મૅચમાં પારસે 52 દડામાં 106 રન કર્યા. ટી20માં પારસની આ પ્રથમ સદી હતી.

પારસની ધૂંઆધાર બૅટિંગની મદદથી નેપાળે સિંગાપોરને 9 વિકેટે હરાવી દીધું. 16 ઓવરમાં નેપાળે એક વિકેટના નુકસાને 154 રન કરી લીધા હતા.

પારસ ખડકા 2004, 2006 અને 2008ના અન્ડર-19 વર્લ્ડ કપમાં નેપાળની ટીમની આગેવાની કરી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009થી નેપાળની ક્રિકેટટીમની આગેવાની કરે છે.

દબાણમાં સારું પ્રદર્શન કરી શકતા ખેલાડી તરીકે પારસ જણીતા છે. વર્ષ 2006માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની અંતિમ ઓવરમાં ઉત્તમ બૉલિંગનું પ્રદર્શન કરી તેમણે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

2006ના એ વિશ્વ કપમાં તેમણે સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. એ પછીના જ વર્ષે એટલે કે 2007માં ખડકા એસીસીસી ટ્રૉફીમાં 'મૅન ઑફ ટૂર્નામેન્ટ' જાહેર થયા હતા.

આ પહેલાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કૅપ્ટન દ્વારા સૌથી વધુ રન કરવાનો વિક્રમ નેધરનલૅન્ડના પીટર સીલારના નામે હતો.

પીટરે સ્કૉટલૅન્ડ વિરુદ્ધ 96 રન કર્યા હતા. તો ભારતીય કૅપ્ટન વિરાટ કોલહીએ વર્ષ 2017માં શ્રીલંકાની વિરુદ્ધ 82 રન કર્યા હતા.

line

ચામરીનો પણ વિક્રમ

ચામરી

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી મૅચમાં પણ શ્રીલંકાની મહિલા ટીમનાં કૅપ્ટન ચામરી અટ્ટાપટ્ટુ કંઈક આવો જ વિક્રમ નોંધાવીને પારસ ખડકાની ક્લબમાં સામેલ થઈ ગયાં છે.

217 રનનો પીછો કરતાં ચામરીએ 66 બૉલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. જોકે, તેમની આ વિસ્ફોટક ઇનિંગ પણ શ્રીલંકાને હારથી બચાવી શકી નહોતી.

સામેની તરફ ઑસ્ટ્રેલિયાનાં બૅથ મૂનીએ 185.24ના સ્ટ્રાઇક રૅટ સાથે 61 બૉલમાં 113 બનાવ્યા હતા.

તેમણે પોતાની દમદાર ઇનિંગમાં 20 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમજ ઑસ્ટ્રેલિયાનાં અન્ય એક ઓપનર ઍશલી ગાર્ડનરે 27 બૉલ રમીને 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા.

આ બંનેની શાનદાર ઇનિંગની મદદથી ઑસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો