બહામસમાં શક્તિશાળી 'ડૉરિયન' ચક્રવાત ત્રાટક્યો, ભયાનક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
અત્યંત શક્તિશાળી ચક્રવાત 'ડૉરીયન'ની ઝપેટમાં આવેલા કૅરિબીયન ટાપુ બહામસમાં મકાનોની છતો તૂટી ગઈ છે અને ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
ધીમી ગતિથી આગળ વધી રહેલો આ ચક્રવાત શ્રેણી પાંચમાં આવે છે અને આને બીજું સૌથી શક્તિશાળી ઍટલાન્ટિક તોફાન ગણાવાઈ રહ્યું છે. હાલમાં બહામસમાં દર કલાકે 285 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આ ચક્રવાતને કારણે કેટલીય જગ્યાએ દરિયામાં સાત મિટરથી પણ ઊંચાં મોજાં ઊઠી રહ્યાં છે.
આ તોફાન હાલમાં કલાકના નવ કિલોમિટરની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે અમેરિકાના પૂર્વના કિનારાને પણ પ્રભાવિત કરી શકે છે.
અમેરિકાના ફ્લૉરિડા, જ્યૉર્જિયા, નૉર્થ ઍન્ડ સાઉથ કૅરોલિના રાજ્યોએ આને પગલે ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે.
બહામસના 'નેશનલ હરીકૅન સેન્ટર'એ કહ્યું છે કે ડૉરીયન હાલમાં ગ્રાન્ડ બહામસના પૂર્વ કિનાર પર છે. અહીંથી ફ્લૉરિડાનો વૅસ્ટ પામ બીચ માત્ર 100 કિલોમિટર દૂર છે.
બહામસના પ્રભાવિત ટાપુઓ પરથી હાલ પૂરતી બહુ ઓછી જાણકારી મળી રહી છે, કારણ કે અહીં વીજળી ડૂલ થઈ ગઈ છે અને ઇન્ટરનેટ પણ બરોબર કામ કરી રહ્યું નથી.
એવું પણ જણાવાઈ રહ્યું છે કે ઍબેકો ટાપુ પાણીમાં ડૂબી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે ઍબેકોમાં પૂરનાં પાણી કારની છત લગોલગ પહોંચી ગયાં છે અને મકાનોની છતો તૂટી પડી છે.

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક લોકોએ ઘરમાં ઘૂસેલાં પાણીના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. વીડિયોમાં પલટી ગયેલી હોડીઓ કાટમાળમાં ઢસડાતી જોઈ શકાય છે.
પ્રવાસન અને ઉડ્ડયનમંત્રાલયના મહાનિદેશક જૉય જિબરિલુએ રવિવારે ચક્રવાતના ત્રાટક્યા બાદ જણાવ્યું હતું, "આ ભયાનક છે. સંપત્તિ અને માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. સદ્ભાગ્યે કોઈનું મૃત્યુ નથી નીપજ્યું."
જોકે, 'આઇવિટનેઝ ન્યૂઝ' પર બાદમાં એક મહિલાએ પોતાના પૌત્રના ડૂબવાનો દાવો કર્યો છે.
સરકારે હાલ 14 રાહતકેન્દ્રો શરૂ કર્યાં છે અને કેટલાંય ચર્ચ, શાળા તેમજ અન્ય ઇમારતોને આશ્રયસ્થાનોમાં ફેરવી દેવાયાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















