કૅલિફોર્નિયામાં 20 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, 7.1ની તીવ્રતા

ભૂકંપ

ઇમેજ સ્રોત, REUTERS

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકના દક્ષિણ કૅલિફોર્નિયામાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ ગત 20 વર્ષમાં સૌથી ભયાનક હોવાનું કહેવાય છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ લૉસ ઍન્જલ્સથી 240 કિમી પૂર્વોત્તરમાં રિજક્રૅસ્ટમાં જમીનથી 900 મીટર નીચે હતું.

અગાઉ પણ ગુરુવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રિજક્રૅસ્ટમાં જ હતું.

ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કટોકટી લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ભૂસ્તરશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં વધુ કેટલાક આફ્ટર શોક આવી શકે છે.

line

ભારે નુકસાન

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રિજક્રૅસ્ટના મેયર પેજી બ્રિડેને ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતા કહ્યું, "અમને આગ, ગૅસ લિક, ઈજા તથા લાઇટ ન હોવાની અનેક ફરિયાદો મળી છે. અમે અમારાથી બનતા પ્રયાસ કરી રહ્યા છીએ."

કૅલિફોર્નિયાના ગવર્નર ગૅવિન ન્યૂસોમના કહેવા પ્રમાણે જે કોઈ અસરગ્રસ્ત છે, તેમને 'દિલથી મદદ' કરવાની તૈયારી દાખવી હતી.

ન્યૂસોમે રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાત કરવા ભલામણ કરી છે તથા કેન્દ્રીય સહાય માગી છે.

કૅલિફોર્નિયા ઉપરાંત લાસ વેગાસ અને નેવાડા જેવાં પાડોશી રાષ્ટ્રો ઉપરાંત મૅક્સિકોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

હજુ સુધી કેટલું નુકસાન થયું છે તથા કેટલા લોકોનાં મૃત્યુ થયા છે, તે અંગે ઔપચારિક રીતે કોઈ પુષ્ટિ નથી થવા પામી.

line

આફ્ટર શોક્સની આશંકા

ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

યૂએસ જિયોલૉજિકલ સરવેના અહેવાલ પ્રમાણે, સ્થાનિક સમય મુજબ સાંજે 8.19 મિનિટે ભૂકંપ આવ્યો હતો.

ભૂસ્તરશાસ્ત્રી લુસી જોન્સના કહેવા પ્રમાણે, "આ ભૂકંપ ક્રમશઃ છે અને હજુ કેટલાક ભૂકંપના આંચકા આવી શકે છે. દરેક ભૂકંપ બાદ બીજો ભૂકંપ આવવાની શક્યતા વધી જાય છે."

"ફરી આવેલો ભૂકંપ અગાઉના ભૂકંપ જેટલો (કે તેથી વધુ) તીવ્ર હોવાની શક્યતા 10 ટકા જેટલી હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો