G 20 દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, ટેરિફનો મુદ્દો છવાયેલો રહ્યો

ઇમેજ સ્રોત, MEA India
જી-20 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વિ-પક્ષીય મંત્રણા કરી હતી, જેમાં આયાત જકાત તથા સૈન્ય સહકાર સહિતની બાબતો ઉપર ચર્ચા થઈ.
સામાન્ય ચૂંટણીમાં મોદીની આગેવાનીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ ટ્રમ્પ અને મોદીની આ પહેલી મુલાકાત હતી.
ટ્રમ્પે ભવ્ય વિજય બદલ મોદીને અભિનંદન આપ્યા હતા, જેના માટે વડા પ્રધાને તેમનો આભાર માન્યો હતો.
જાપાનના ઓસાકા ખાતે જી-20 દેશો વચ્ચે શિખર મંત્રણા યોજાઈ રહી છે.

JAI તથા દ્વિપક્ષીય મુલાકાત

ઇમેજ સ્રોત, MEA India
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના કહેવા પ્રમાણે:
"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા દ્વિપક્ષીય બેઠક થઈ હતી, જેમાં પરસ્પર લાભકારક મુદ્દાઓ ઉપર બંને નેતાઓએ ચર્ચા થઈ હતી."
"જેમાં 5જી (મોબાઇલ તકનીક), સૈન્ય, સુરક્ષા તથા વ્યાપાર મુદ્દે ચર્ચા થઈ." ટ્વીટમાં કુમાર ઉમેરે છે, 'ચર્ચા મુક્ત મને થઈ અને ફળદાયી રહી.'
આ સિવાય જાપાન, અમેરિકા અને ભારત એમ 'JAI' રાષ્ટ્રો વચ્ચે ત્રિપક્ષીય બેઠક થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રશાંત મહાસાગરમાં શાંતિ અને સ્થિરતા જળવાય રહે તથા મુક્ત વેપાર ચાલતો રહે તે માટે આ ત્રણેય દેશોએ સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

ટેરિફ મુદ્દે ટક્કર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અમેરિકા પર લગાવવામાં આવેલી ટેરિફ (માલ પર લેવાતી જકાત) પરત લેવી પડશે.
ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, "હું આ અંગે વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું કે ભારત ઘણાં વર્ષોથી અમેરિકા પાસેથી ઘણો વધારે શુલ્ક (ટેરિફ) લઈ રહ્યું છે અને હાલ જ તેણે ટેરિફમાં વધારો કર્યો છે. તેનો સ્વીકાર કરી શકાતો નથી અને ટેરિફને પરત ખેંચવી પડશે."
આ સંમેલન દરમિયાન મોદી અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, તુર્કી સહિત ઘણાં દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.
વડા પ્રધાન કાર્યાલયે જાપાનના વડા પ્રધાન શિંઝો આબે સાથે મોદીની ઓસાકામાં થયેલી મુલાકાતનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે.
સાથે જ વધુ એક ટ્વીટ કરી જણાવ્યું કે 29 જૂન સુધી ચાલનારા આ સંમેલન દરમિયાન વડા પ્રધાન દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાર્તાઓ કરશે.
આ દરમિયાન તેઓ વૈશ્વિક મહત્ત્વના ઘણા મુદ્દાઓ ઉઠાવશે અને તેના પર ભારતનો દૃષ્ટિકોણ દુનિયા સામે રજૂ કરશે.

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હાલ જ અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતને જીએસપીની યાદીમાંથી બહાર કરી દીધું હતું. એટલે કે નિર્યાતકોના ઉત્પાદનો પર અમેરિકામાં 10% વધારે શુલ્ક લાગશે.
1976માં જીએસપીને અમેરિકાએ લાગુ કર્યું હતું કે જે અમેરિકા અને બીજા 120 દેશો વચ્ચે વેપારમાં પ્રાધાન્યતા આપવાની એક સમજૂતી છે.
તેને લાવવામાં આવી જેથી વિકાસશીલ દેશ પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારી શકશે અને અમેરિકીઓને એ દેશોમાંથી આયાત કરેલો સામાન સસ્તો મળી શકે.

ભારતની જવાબી કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના આ પગલા બાદ ભારતે ઘણી વખત અમેરિકી પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની સમયસીમા વધારી, પરંતુ આખરે બદામ, અખરોટ અને દાળ સહિત 29 વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય 16 જૂનથી અમલમાં આવી ગયો.
જોકે, મોદીની જીત બાદ ટ્રમ્પે ફોન કરીને તેમને શુભકામના આપી હતી.
મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય મુલાકાત અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની ભારત યાત્રા બાદ નક્કી થઈ છે.
પોમ્પિયોએ આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
અમેરિકાની પ્રોડક્ટ પર ભારતની ટેરિફ મુદ્દે ટ્રમ્પ અગાઉ પણ નાખુશી વ્યક્ત કરી ચૂક્યા છે અને તેમણે ભારતને 'ટેરિફ કિંગ' પણ કહ્યું છે.
અમેરિકી કૉંગ્રેસની રિસર્ચ એજન્સી કૉંગ્રેસનલ રિસર્ચ સર્વિસના આધારે 2018માં ભારતના કુલ 54 અબજ ડૉલરના ગુડ્સ નિકાસમાં અમેરિકાથી 11% એટલે કે આશરે 6.3 અબજ ડૉલરની નિકાસ થઈ હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















