એશિયા કપ : ભારતની મહિલા ટીમની કમાલ, શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું

મહિલા

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
લાઇન
  • એશિયા કપની આઠ ઇવેન્ટ પૈકી ભારત માત્ર એક વખત ચૅમ્પિયન બની શક્યું નથી
  • બાંગ્લાદેશના સિલહટમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 65 રન જ બનાવી શકી હતી
  • ભારતે માત્ર 8.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 71 રન બનાવીને જીત નોંધાવી હતી
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓ અને ખેલાડીઓએ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઉપલબ્ધિ અંગે અભિનંદનની વર્ષા કરી છે
લાઇન

મહિલા T20 એશિયા કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને સાતમી વખત ટ્રૉફી કબજે કરી છે. એશિયા કપની આઠ ઇવેન્ટ પૈકી ભારત માત્ર એક વખત ચૅમ્પિયન બની શક્યું નથી.

બાંગ્લાદેશના સિલહટમાં રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 65 રન જ બનાવી શકી હતી. ભારતે માત્ર 8.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 71 રન બનાવીને જીત નોંધાવી હતી.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ અણનમ 51 રન બનાવ્યા હતા.

મંધાનાએ છગ્ગો ફટકારીને ટીમને આ જીત અપાવી હતી.

આ સાથે જ કૅપ્ટન હરમનપ્રીતકોરે અણનમ 11 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ પાંચ અને જેમિમા રોડ્રિગ્સે બે રનનું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરા અને કવિશા દિલહારીએ એક-એક વિકેટ લીધી હતી.

line

શ્રીલંકાની ઇનિંગ કેવી રહી?

મહિલા

ઇમેજ સ્રોત, ANI

આ પહેલાં શ્રીલંકાનાં કૅપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી અને તેમનાં બંને ઓપનર ચોથી ઓવર સુધીમાં રન આઉટ થઈ ગયાં હતાં.

સૌથી પહેલાં ત્રીજી ઓવરમાં આઠ રન બનાવીને કૅપ્ટન ચમારી અટ્ટાપટ્ટૂ આઉટ થયાં.

બાદમાં હર્ષિતા સમરવિક્રમા નવ રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. અન્ય એક ઓપનર અને વિકેટકીપર અનુષ્કા સંજીવની પણ બે રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. આ સ્કોર પર શ્રીલંકાની ચોથી વિકેટ હસિની પરેરા પણ આઉટ થઈ ગયાં હતાં.

આ રીતે ચોથી ઓવરમાં નવ રને શ્રીલંકાની કુલ ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ શરૂઆતના ફટકા બાદ શ્રીલંકાની ટીમ ખુદને સંભાળી શકી નહીં અને સતત વિકેટો પડતી રહી.

સ્મૃતિ મંધાનાએ એશિયા કપ દરમિયાન જ તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેના માટે તેમને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાનાએ એશિયા કપ દરમિયાન જ તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેના માટે તેમને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું.

શ્રીલંકા તરફથી સૌથી વધુ ઓશાદી રણસિંઘેએ 13 રન બનાવ્યા, પણ આ સિવાય અન્ય એક પણ ખેલાડી ડબલ ડિજિટ સુધી પહોંચ્યાં નહોતાં. શ્રીલંકન ટીમની હાલત એવી હતી કે ટીમની સૌથી લાંબી પાર્ટનરશિપ છેલ્લી વિકેટ માટેની હતી, એ પણ 22 રનની.

ભારત તરફથી સૌથી વધુ રેણુકા સિંહે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી.

line

અભિનંદન વર્ષા

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજનેતાઓ અને ખેલાડીઓએ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઉપલબ્ધિ પર અભિનંદનની વર્ષા કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યું છે, "આપણી મહિલા ક્રિકેટ ટીમ તેમની ધીરજ અને દક્ષતાથી આપણને ગર્વ અપાવી રહી છે! મહિલા એશિયા કપ જીતવા બદલ ટીમને અભિનંદન. તેઓએ ઉત્કૃષ્ટ કૌશલ્ય અને ટીમ વર્ક દાખવ્યું છે. ખેલાડીઓને તેમના આગામી પ્રયાસોમાં શુભકામનાઓ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરતાં લખ્યું છે, "એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન. સાતમી વખત ટ્રૉફી જીતવા બદલ અભિનંદન."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

લિજેન્ડરી ક્રિકેટર સચીન તેંડુલકરે ટ્વીટ કરતાં લખ્યું છે, "આપણે ફરી એકવાર એશિયા કપ જીત્યા! વિક્રમી સાતમી વખત એશિયા કપ જીતવા બદલ આપણી મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન!"

line

મહિલા એશિયા કપનો ઇતિહાસ

મહિલાઓના એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 2004માં શ્રીલંકામાં થઈ હતી, પણ તે સમયે એ વન-ડે ટુર્નામેન્ટ હતી.

2022માં પહેલી વખત તેનું ફૉર્મેટ બદલીને ટી-20 કરવામાં આવ્યું છે.

2022નો એશિયા કપ આઠમી વખત યોજાઈ રહ્યો છે અને 2018ને બાદ કરતાં ભારતે દરેક વખતે આ ટુર્નામેન્ટ પોતાને નામ કરી છે. કોરોનાને કાણે 2020 એશિયા કપ આયોજિત થઈ શક્યો ન હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન