You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
LIVE એશિયા કપ : ભારતની પાકિસ્તાન સામે 5 વિકેટથી જીત, હાર્દિક-જાડેજાની જોડીએ અપાવી જીત
- દુબઈ ખાતે એશિયા કપની 27 ઑગસ્ટથી શરૂઆત થઈ હતી
- આ વખત એશિયા કપમાં ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે
- ભારત અને પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટમાં અન્ય ચાર ટીમો પણ ભાગ લઈ રહી છે
આ વખત એશિયા કપનું આયોજન દુબઈ ખાતે કરાયું છે. ભારતનો પ્રથમ મુકાબલો તેના પરંપરાગત હરીફ એવા પાકિસ્તાનની ટીમ સામે યોજાયો હતો. જેમાં વિરાટ, હાર્દિક અને રવીન્દ્ર જાડેજાના શાનદાર બૅટિંગ પ્રદર્શનને બળે જીત હાંસલ થઈ હતી.
અન્ય તમામ સ્પર્ધાઓની જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા હંમેશાં ખૂબ જ રોમાંચક સાબિત થતા હોય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું અને ભારત-પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો પણ છેલ્લી ઓવર સુધી ખેંચાયો હતો.
આ વખત આ ટુર્નામેન્ટમાં પાંચ સ્થાયી ટીમો ભારત, પાકિસ્તાન, અફઘાનિ સ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. તેમજ સંયુક્ત આરબ અમીરાત, સિંગાપુર, હૉન્ગકૉન્ગ અને કુવૈતની એક ટીમ છઠ્ઠી ટીમ તરીકે ભાગ લઈ રહી છે.
એશિયા કપના પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મુકાબલો યોજાયો છે.
ભારત સામે 148 રનનો પડકાર
અંતિમ ઓવરમાં ભારતીય ટીમને પાંચ વિકેટે જીત હાંસલ થઈ હતી.
રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની ધૈર્યશીલ ઇનિંગને કારણે આ જીત સુનિશ્ચિત થઈ શકી હતી.
આમ, એશિયા કપમાં ભારત પ્રથમ મુકાબલો જીતવામાં સફળ રહ્યું છે.
રવીન્દ્ર જાડેજા છેલ્લી ઓવરમાં 35 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
15મી ઑવરમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા છે.
રોહિત અને વિરાટ કોહલીના આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી. જોકે, પાકિસ્તાનના નસીમ શાહે સૂર્યકુમાર યાદવને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. તેઓ 18 રન બનાવીને આઉટ થયા હતા.
53 રનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ ઓવરમાં વિકેટ પડ્યા બાદ રોહિત અને વિરાટની જોડીએ બાજી સંભાળી હતી. જોકે, બંને સિક્સ મારવા જતાં કૅચ આઉટ થયા હતા.
રોહિત શર્મા બાદ ક્રીઝ પર સેટ થયેલા વિરાટ કોહલી પણ કૅચ આઉટ થયા છે. કોહલી 34 રન બનાવીને આઉટ થયા હતા. દસમી ઓવરના પ્રથમ બૉલે ભારતે ત્રીજી વિકેટ ગુમાવી છે.
ભારતે આઠમી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે, રોહિત શર્મા 12 રન બનાવીને આઉટ થયા છે. તેઓ સિક્સ મારવા જતાં બાઉન્ડ્રી પર કૅચ થઈ ગયા હતા. રોહિત આઉટ થતાં રવીન્દ્ર જાડેજા વિરાટ કોહલીનો સાથ આપવા મેદાને ઊતર્યા છે.
ભારતે પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળી છે. વિરાટ કોહલીએ તેમની 100મી આંતરરાષ્ટ્રીય ટી-20માં 30 રન પૂરા કરી લીધા છે. જ્યારે ઑપનિંગમાં આવેલા રોહિત શર્મા કોહલીનો સાથ આપતાં ક્રીઝ પર છે. સાત ઑવર પૂરી થતાં સુધીમાં ભારતે 40 રન બનાવી લીધા છે.
148 રનના ટાર્ગેટ સાથે રમવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ પ્રથમ બૉલે જ પોતાની વિકેટ ગુમાવી દીધી. કે.એલ. રાહુલ પહેલા જ બૉલે બોલ્ડ થયા છે.
નસીમે રાહુલની વિકેટ લીધી છે.
ભારતીય બૉલરોનું શિસ્તબદ્ધ પ્રદર્શન
પાકિસ્તાનની ઇનિંગ અંતે 147 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. અર્શદીપસિંઘે પાકિસ્તાનના અંતિમ પ્લેયર શાહનવાજ દહાનીને બોલ્ડ કર્યા હતા. તેઓ છ બૉલમાં 16 રન બનાવી શક્યા હતા.
ભુવનેશ્વરકુમારે લગોલગ બે બૉલ પર બે વિકેેટો ઝડપી. શાદાબ ખાન 10 રન બનાવીને એલબીડબલ્યૂ આઉટ થઈ ગયા.
એ બાદ નસીમ ખાન ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા. પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટ પર 128 રન.
ભારતને સાતમી સફળતા મળી. અર્શદીપસિંહે મોહમ્મદ નવાઝને દિનેશ કાર્તિકના હાથમાં કેચ આઉટ કરાવી દીધા હતા.
ભુવનેશ્વર કુમારે ભારતને છઠ્ઠી સફળતા અપાવી. ભુવનેશ્વરના બૉલના બૉલ પર આસિફે પોતાની વિકેટ ગુમાવી દીધી છે. સૂર્યકુમાર યાદવે આસિફનો કૅચ ઝડપ્યો હતો.
હાર્દિક પંડ્યાને મળી ત્રીજી વિકેટ.
મહમદ રિઝવાનને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાને ખુશદિલ શાહની વિકેટ મળી હતી. ખુશદિલ સાત બૉલમાં બે રન કર્યા હતા.
મોહમ્મદ રિઝવાન ક્રીઝ પર સંપૂર્ણ રીતે સેટ થઈ ગયા હતા અને એમની વિકેટ ભારત માટે ભારે મહત્ત્વની હતી, હાર્દિંક પંડ્યાએ રિઝવાનને અર્ધસદી કરવા નહોતી દીધી અને 43 રનના વ્યક્તિગત સ્કોર પર કૅચ આઉટ કરાવી દીધા હતા.
હાર્દિક પંડ્યાએ ઇફ્તિકારને પોતાની ઓવરના પહેલા બૉલે જ આઉટ કરી દીધા. ઇફ્તિકાર 22 બૉલમાં 28 રન કરીને દિનેશ કાર્તિકના હાથે ઝડપાઈ ગયા હતા.
ફખર ઝમાન દસ રન બનાવીને આઉટ.
પાંચ ઓવરની રમત પૂરી થઈ ગઈ છે અને પાકિસ્તાનને 30 રન કરી લીધા છે. મહમદ રિઝવાન અને ફખર ઝમાન ક્રીઝ પર છે.
બાબર આઝમ દસ રન બનાવીને આઉટ.
પ્રથમ ઓવરના છેલ્લા બૉલે ભારતે કૉટ બિહાઇન્ડ માટે રિવ્યૂ લીધો હતો, જે સફળ નહોતો રહ્યો. ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 6/0.
ભારત પાકિસ્તાન વચ્ચેનો હાઇપ્રોફાઇલ મુકાબલો શરૂ થઈ ગયો છે અને પ્રથમ બૉલે જ રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
ભૂવનેશ્વર કુમારે પ્રથમ બૉલિંગ કરતાં પહેલા જ બૉલમાં રિઝવાનને એલબીડબલ્યુ આઉટની અપીલ કરી હતી. પરંતુ રિવ્યૂ લેતાં તેમાં નોટ આઉટ જાહેર થયો હતો.
છ ટીમો લઈ રહી છે ભાગ
ટીમોને બે ગ્રૂપમાં વિભાજિત કરાઈ છે.
ગ્રૂપ એમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે.
તેમજ ગ્રૂપ બીમાં ભારત, પાકિસ્તાન અને હૉન્ગકૉન્ગની ટીમ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે થનાર મુકાબલા હાઈ વૉલ્ટેજ મૅચ માટે પણ ઓળખાય છે.
આ વખત પણ બંને ટીમો એકબીજા સાથે ટકરાશે ત્યારે ક્રિકેટની સમગ્ર દુનિયાની નજર આ મૅચ પર હશે.
આ વખતનો એશિયા કપ ટી-ટ્વેન્ટી ફૉર્મેટમાં રમાવાનો છે.
જો એશિયા કપના ઇતિહાસની વાત કરીએ તો એકબીજા સાથેના મુકાબલા ઉપરાંત સામાન્યપણે પણ ભારતનું પ્રદર્શન એશિયા કપમાં આગળ પડતું રહ્યું છે.
પાછલી 14 સિઝનમાં ભારતે સૌથી વધુ વખત એટલે કે સાત વખત આ કપ જીત્યો છે.
શ્રીલંકાની ટીમે આ ટુર્નામેન્ટમાં પાંચ વખત જીત મેળવી છે. પાકિસ્તાનની ટીમ બે વખત તેમાં વિજેતા બની છે.
બાંગ્લાદેશની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે પરંતુ હજુ સુધી તે વિજેત બની શકી નથી.
જુદાજુદા વર્ષે વિજેતા ટીમ
• 1984 - ભારત
• 1986 - શ્રીલંકા
• 1988 - ભારત
• 1990/91 - ભારત
• 1995 - ભારત
• 1997 - શ્રીલંકા
• 2000 - પાકિસ્તાન
• 2004 - શ્રીલંકા
• 2008 - શ્રીલંકા
• 2010 - ભારત
• 2012 - પાકિસ્તાન
• 2014 - શ્રીલંકા
• 2016 - ભારત
• 2018 - ભારત
એશિયા કપમાં આ વખતની ભારતીય ટીમ
આ ટુર્નામેન્ટ માટે ભારતીય પસંદગીકારોએ 15 સભ્યોવાળી ટીમની પસંદગી કરી છે. બ્રેક બાદ વિરાટ કોહલી અને ઈજા બાદ કે. એલ. રાહુલને ફરીથી સમાવવામાં આવ્યા છે. તેમજ બીજી તરફ ઈજાને કારણે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ ટુર્નામેન્ટ ભાગ નહીં લે.
આ બંને હાલ નેશનલ ક્રિકેટ અકાદમી, બૅંગ્લુરુમાં ફિટ થવાના પ્રયત્નોમાં લાગેલા છે.
એશિયા કપની ટીમમાં યુવાન વિકેટકીપર બૅટ્સમૅન ઈશાન કિશન અને સંજૂ સેમસનને પણ જગ્યા નથી મળી શકી. વિકેટકીપર બૅટ્સમૅન તરીકે ઋષભ પંત અને દિનેશ કાર્તિક પસંદગીકારોનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે.
ભારતીય ટીમ કંઈક આ પ્રમાણે છે : રોહિત શર્મા (કૅપ્ટન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વરકુમાર, અર્શદીપસિંહ, આવેશ ખાન.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો