બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને?

ઇમેજ સ્રોત, Getty Images
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
બીબીસી ગુજરાતી હંમેશાં તમારા માટે અલગઅલગ પ્રકારના આર્ટિકલ લાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વિરોધ છતાં અમેરિકન કૉંગ્રેસનાં સ્પીકર નૅન્સી પેલોસી તાઇવાન પહોંચ્યાં હતાં અને ચીને તેની સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
નૅન્સી પેલોસીની તાઇવાન મુલાકાતથી રોષે ભરાયેલા ચીને તાઇવાનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.
ચીને તાઇવાનની આસપાસ કેટલીક બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી. તણાવ વધતા અમેરિકાએ પણ તાઇવાનની મદદ માટે યુદ્ધજહાજ મોકલ્યાં હતાં.
શું છે ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ?
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Twitter/@AAP
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. આ સાથે જ એક પાસું ઊડીને આંખે વળગે છે.
સોમવારની મુલાકાત સમયે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રાજકોટમાં પ્રાણપ્રતિષ્ઠા અને મહાઆરતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલાં તેમણે સોમનાથમાં જ્યોતિર્લિંગની મુલાકાત લીધી, ત્યારે તેમણે લલાટ પર ત્રિંપુડ તથા ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી.
તો શું ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 'આપ' સૉફ્ટ હિંદુત્વનો સહારો લઈ રહી છે? વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઇમેજ સ્રોત, Getty Images
આપણા આહારમાં સોડિયમનો મુખ્ય સ્રોત મીઠું છે. આપણા શરીરનાં ઘણાં કાર્યો માટે સોડિયમની જરૂર પડે છે. સોડિયમનું મુખ્ય કામ કોશિકાઓનું યોગ્ય કાર્ય અને પ્રવાહી, ઇલૅક્ટ્રોલાઇટ્સ અને બ્લડ પ્રેશરના સંતુલનનું નિયમન કરવાનું છે.
આમ શરીરની કામગીરી માટે સોડિયમ જરૂરી છે, પરંતુ મીઠું અથવા લવણ શું છે?
તમારા શરીર માટે કેવું અને કેટલું મીઠું યોગ્ય છે? એ સમજવા માટે અહીં ક્લિક કરો

ઇમેજ સ્રોત, BBC/GOPAL SOONYA
વાત જુલાઈ 1972ની છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ભારત આવ્યા હતા અને વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે શિમલામાં મહત્ત્વની વાતચીત ચાલી રહી હતી.
આશરે 19 વર્ષનાં બેનઝીર ભુટ્ટો પણ પોતાના પિતાની સાથે ભારત આવ્યાં હતાં. અચાનક તેમણે પાકીઝા ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. થોડાં મહિના પહેલાં 4 ફેબ્રુઆરી 1972ના રોજ પાકીઝા રિલીઝ થઈ હતી.
આ એ ફિલ્મ હતી જે મીનાકુમારી અને કમાલ અમરોહીનું ભવ્ય સપનું હતું. પરંતુ આ સપનું હકીકતનું સ્વરૂપ લે તેની પાછળ પણ એક કહાણી છે જેમાં મીના કુમારી અને કમાલ અમરોહીના પ્રેમથી શરૂ થઈને બંને વચ્ચેના અણબનાવ વચ્ચે સપનું તૂટતાં-તૂટતાં બચ્યું.
50 વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મ પરદા પર આવી ત્યારે તેને સમીક્ષકોએ ખરાબ રિવ્યુ આપ્યાં પણ એ પણ સત્ય છે કે બોલીવૂડની યાદગાર ફિલ્મોમાંથી એક છે.
આ ક્લાસિક ફિલ્મ બનવા પાછળની કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સાત દિવસ ચાલેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી સમાપ્ત થઈ ગઈ છે. જેમાં મુખ્ય સ્પર્ધા મુકેશ અંબાણીની આર-જિયો, સુનિલ મિત્તલની ભારતી ઍરટેલ તથા આઇડિયા-વોડાફોન વચ્ચે હતી.
જોકે, તેમાં એક 'સરપ્રાઇઝ ઍન્ટ્રી' અદાણી ડિજિટલ નેટવર્ક્સ લિમિટેડની હતી. જે સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપની છે.
એક સમયે બંને ઉદ્યોગગૃહોનાં હિતોનો પરસ્પર ટકરાવ થાય તેવાં ક્ષેત્રોમાં ઝંપલાવ્યું ન હતું, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી અદાણી જૂથે અગાઉથી જ જે ક્ષેત્રમાં રિલાયન્સ ગ્રૂપ સક્રિય હોય તેવા ધંધાઓમાં પણ ઝંપલાવ્યું છે.
આ હરાજીમાં આર-જીયો સૌથી વધારે 11 અબજ ડૉલરના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે જ્યારે અદાણી ગ્રૂપે માત્ર 26 મિલિયન ડૉલર ખર્ચ્યા છે.
સ્પેક્ટ્રમની હરાજી પરથી સ્પષ્ટ છે કે ભવિષ્યમાં અદાણી અને અંબાણી જૂથ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે, જે મોબાઇલસેવા ક્ષેત્રમાં નહીં હોય.
આ વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























