સ્મૃતિ ઈરાનીને જ્યારે મોંઘવારી મુદ્દે કૉંગ્રેસનાં નેતાએ સવાલ કર્યા તો મંત્રીએ શું આપ્યો જવાબ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ઘટના રવિવારની છે જેમાં સ્મૃતિ ઈરાની અને મહિલા કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ નેટ્ટા ડીસુઝા એક ફ્લાઇટમાં સામસામે આવી ગયાં. નેટ્ટા ડિસુઝાએ સ્મૃતિ ઈરાનીને પેટ્રોલ અને એલપીજીના વધતા ભાવ મામલે સવાલ કર્યા હતા.

ફ્લાઇટમાં સ્મૃતિ ઈરાની

ઇમેજ સ્રોત, Social Media Screen Grab

ઇમેજ કૅપ્શન, ફ્લાઇટમાં સ્મૃતિ ઈરાની

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે પહેલા થોડી વાતચીત વિમાનની અંદર થઈ અને થોડી ગૌહાટી ઍરપૉર્ટ પર.

આ વીડિયો 1.11 મિનિટનો છે.

આ વીડિયોને કૉંગ્રેસનાં નેતાએ ગઈકાલે 12.07 કલાકે પોસ્ટ કર્યો હતો પરંતુ રાત થતાં થતાં તે વાઇરલ થઈ ગયો હતો. જોકે, વીડિયોમાં સ્મૃતિ ઈરાનીની કેટલીક વાતો સમજાતી નથી.

જે વાત સંભળાય છે, તેમાં તેઓ કહી રહ્યાં છે કે "સારું થતું જો તમે આ યાત્રામાં રોક-ટોક ન કરતાં." ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું "તમે ખોટું ન બોલો. "

નેટ્ટા ડિસુઝાએ વીડિયો ટ્વીટ કરતાં લખ્યું હતું, "જ્યારે તેમને વધતી મોંઘવારી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે રસી, રૅશન અને ગરીબોને પણ દોષિત ગણાવી દીધા."

line

વીડિયો મુદ્દે મીડિયામાં નેટ્ટા ડિસુઝાએ શું કહ્યું?

પ્રદર્શન કરતાં નેટ્ટા ડિસુઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શન કરતાં નેટ્ટા ડિસુઝા

આ મુદ્દાને લઈને કોલકાતાથી પ્રકાશિત થતા ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફે નેટ્ટા ડિસુઝા સાથે વાત કરી હતી. તેમણે ટેલિગ્રાફને કહ્યું, “મહિલા અને બાળવિકાસમંત્રીએ મોંઘવારી વધવાના કારણને મફત કોવિડ વૅક્સિન સાથે જોડ્યું છે.”

નેટ્ટા ડિસુઝા આસામમાં મહિલા કૉંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યાં હતાં. ડિસુઝાએ ટેલિગ્રાફને કહ્યું હતું કે મંત્રીનો વધતી મોંઘવારી પર જવાબ હતો તેમાં કોઈ તર્ક ન હતો. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે 2011માં આ જ સ્મૃતિ ઈરાની ખાલી સિલિન્ડર લઈને વિરોધ પ્રદર્શન કરતાં હતાં.

તેમણે કહ્યું, “સ્મૃતિ ઈરાની એલપીજીની કિંમત 415થી 435 રૂપિયા કરવા મુદ્દે વિરોધપ્રદર્શન કરી રહ્યાં હતાં પરંતુ હવે એક સિલિન્ડર એક હજાર કરતાં પણ વધારે મોંઘું થયું છે.”

વીડિયો વિશે વાત કરતાં તેમણે ટેલિગ્રાફને કહ્યું, “હું ફર્સ્ટ ક્લાસમાં હતી. મેં જોયું કે ઍરહોસ્ટેસ અને સ્ટાફ સાથે તેઓ તસવીરો લઈ રહ્યાં હતાં. જ્યારે તેઓ વિમાનથી ઊતરવાં લાગ્યાં, તો મેં વધતી મોંઘવારી મામલે સવાલ કર્યા. સવાલોના જવાબ આપવાના બદલે તેઓ ચિંતામાં પડી ગયાં.”

line

લોકોની શું છે પ્રતિક્રિયા?

આ વીડિયો મામલે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જાણે ટ્વીટ યુદ્ધ ચાલુ થઈ ગયું છે.

ભાજપના સમર્થક અંકિત જૈન વીડિયો મામલે ટ્વીટ કરતાં લખે છે, “આ રીતે જો રાહુલ ગાંધીને ઘેરીને રાજસ્થાન મુદ્દે સવાલ પૂછવામાં આવશે તો તેઓ પોતાના જીવને ખતરો ગણાવીને હોબાળો કરવા લાગશે.”

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તો મહિલા કૉંગ્રેસનાં નેશનલ કૉ-ઑર્ડિનેટર નતાશા શર્મા લખે છે, “જાઓ જઈને પૂછો સવાલ. કોઈએ ક્યાં રોક્યા છે. એક વખત સવાલ કરીને જવાબ સાંભળીને આવો. તમે પણ રાહુલ ગાંધીના ફૅન બની જશે. રહી વાત જનતાની, તો જનતાના હકની લડાઈ માટે કૉંગ્રેસના એક એક સિપાહી અવાજ ઉઠાવી રહ્યા છે. ઉઠાવતા રહેશે. ગરીબ જનતાના પેટ પર હુમલો સહન નહીં કરવામાં આવે અને આ જ હકની લડાઈમાં નેટ્ટા ડિસુઝા લડી રહ્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સામાન્ય જનતાની વાત કરીએ તો તેમાં પણ ઘણા લોકો છે જેઓ આ વ્યવ્હારને અયોગ્ય ગણાવી રહ્યા છે.

રાવ કુલદીપસિંહ નામના એક ટ્વિટર યૂઝર લખે છે, “આને બહાદુરી નહીં, દુર્વ્યવ્યવહાર કહેવામાં આવે છે. પરંતુ તમે નહીં માનો.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અરુણેશ તેવટિયા નામના ટ્વિટર યૂઝર લખે છે, “સત્તા મેળવવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું. દેશ લૂટીને બરબાદ કરી દેવામાં આવ્યો અને હવે વેચવા માટે આગળ આવ્યા છે. હવે મોંઘવારીના નામે લૂટ બતાવવા માટે મોઢા નહીં ખુલે.”

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ઉત્તર પ્રદેશના કુશીનગરના એક એમએલએ પવન કેડિયા લખે છે, “ગરીબોને રૅશનથી માંડીને સૌને કોરોનાની રસી મફત આપવામાં આવી રહી છે. આ જ કહેવાનો સ્મૃતિજી પ્રયાસ કરી રહી છે, પરંતુ તમારી અંદર તમારા માલિક સિવાય કોઈને સાંભળવાની ક્ષમતા નથી. એટલે જ તમે અડધો વીડિયો પોસ્ટ કર્યો છે.”

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તેના જવાબમાં દિનેશ પુરોહિત લખે છે, “અત્યાર સુધી દરેક સરકાર ફ્રીમાં રસી આપતી આવી છે, પરંતુ તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી. પોલિયોનાં ટીપાં આજે પણ બાળકોને મફતમાં આપવામાં આવે છે. કોરોનાની રસી આપીને સરકારે જનતા પર ઉપકાર નથી કર્યો. જનતા જ ટૅક્સ ભરે છે, જેનાથી નેતાઓ મજા કરે છે.”

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને ગૅસ સિલિન્ડરનો ભાવ પણ એક હજાર રૂપિયા પાર કરી ગયો છે. જોકે, છેલ્લા ચાર દિવસથી તેના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો