PAN Aadhaar લિંક કરવાની આજે છેલ્લી તારીખ, નહીં કરો તો થશે આટલો દંડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

PAN જોડે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. 31 માર્ચ પછી લિંક કરવા માટે લેટ ફી ચૂકવવી પડશે. 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 વચ્ચે PAN અને આધારને લિંક કરવા માટે 500થી 1000 રૂપિયા સુઘી લેટ ફી આપવી પડશે.

આધારકાર્ડ

31 માર્ચ 2023 સુધી પણ જો પાન અને આધાર લિંક નહીં થાય તો પાન કાર્ડ રદ થઈ જશે.

જોકે, 31 માર્ચ 2023 પહેલાં પાન કાર્ડ પહેલાંની જેમ જ ચાલુ રહેશે અને આવકવેરા સંબંઘિત કામ ત્યાં સુઘી કરી શકાશે.

line

લેટ ફી કેટલી હશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

1 એપ્રિલ 2022થી 30 જૂન 2022 સુધી જો પાન અને આધાર લિંક કરવું હોય તો 500 રૂપિયા લેટ ફી જમા કરાવવી પડશે. 30 જૂન પછી જો કોઈ લિંક કરાવે તો લેટ ફીની રકમ વધીને 1000 રૂપિયા થઈ જશે.

આધાર લિંક 12 આંકડાનો એક યુનિક આઈડી નંબર છે, જેને યુનિક આઇડેન્ટિટી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે પાન (PAN) 10 આંકડાનો આલ્ફાન્યુમરિક નંબર છે, જેને કરવેરા વિભાગ બહાર પાડે છે.

પાન અને આધાર લિંક કરવાની અંતિમ તારીખ ધણી વાર વઘારવામાં આવી છે. છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021ના રોજ વધારવામાં આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તેને જોડવા માટેની છેલ્લી તારીખને વધારીને 31 માર્ચ 2022 કરી આપી હતી.

line

પાન અને આધારને કેવી રીતે લિંક કરવું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Huw Evans picture agency

સરકારી આંકડા મુજબ, 24 જાન્યઆરી 2022 સુઘી 43 કરોડથી વધુ પાન સાથે આધાર જોડાઈ ચૂક્યાં હતાં. જ્યારે દેશમાં કુલ 131 કરોડ લોકોને આધાર કાર્ડ આપવામાં આવ્યાં છે.

એવું માનવું છે કે પાન-આધારને જોડવાથી પાન કાર્ડનું ' ડુપ્લિકેશન ' રોકી શકાય અને કરની ચોરી બંધ કરવામાં મદદ મળશે.

આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને પાન અને આધારને સહેલાઇથી લિંક કરી શકાય છે.

આ સાથે જ આ વેબસાઇડ પર પાનનું સ્ટેટસ પણ જાણી શકાય છે કે પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો