You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ નન રેપ કેસ : બિશપ ફ્રેકો મુલક્કલ તમામ આરોપોમાંથી મુક્ત
કેરળની અદાલતે બિશપ ફ્રેન્કો મુલક્કલને સાધ્વી બળાત્કાર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
ચુકાદો સાંભળીને બિશપ ફ્રેન્કો મુલક્કલ રડી પડ્યા હતા અને તેમના વકીલને ભેટી પડ્યા હતા. તેમણે ઇશ્વરનો પાડ માન્યો અને બધાનો આભાર માન્યો.
કેરળના કોટ્ટાયમની એડિશનલ સેશન્સ કોર્ટે 105 દિવસની સુનાવણી બાદ શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો.
બિશપ ફ્રેન્કો મુલક્કલને બળાત્કાર સહિતના તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
એડિશનલ સેશન્સ જજ ગોપાકુમારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, "ફરિયાદ પક્ષ આ કેસમાં આરોપીઓ સામેના કોઈ પણ આરોપો સાબિત કરી શક્યો નથી.''
મુદ્દો શું મામલો
પંજાબના જલંધરના બિશપ ફ્રેન્કો મુલક્કલ પર કેરળની એક સાધ્વીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.
બિશપ ફ્રેન્કો મુલક્કલ જલંધરમાં સેક્રેડ હાર્ટ કેથોલિક ચર્ચમાં રહે છે અને તે તેમનું ધાર્મિક અધિકારક્ષેત્ર પણ છે.
કેરળમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં સાધ્વીએ દાવો કર્યો હતો કે બિશપ ફ્રેન્કો મુલક્કલે મે 2014થી સપ્ટેમ્બર 2016 વચ્ચે ઘણી વખત તેમનું યૌનશોષણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બિશપ મુલક્કલે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.
તો પીડિત પક્ષના વકીલનું કહેવુ છે કે અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું.
પીડિતા નનના વકીલ સંધ્યા રાજુએ બીબીસી હિન્દીને કહ્યું કે "અમે તેને હાઈકોર્ટમાં પડકાર આપીશું."
આ મામલે બિશપ ફ્રેકો મુલક્કલનો બચાવ કરી રહેલી ટીમના સભ્ય રમન પિલ્લેએ કહ્યું, "કોર્ટે કહ્યું કે તેઓ દોષી નથી. આરોપી પક્ષ બિશપ વિરુદ્ધ લગાવેલા કોઈ પણ આરોપને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. એ સ્પષ્ટ છે કે આરોપી પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને કોર્ટે ફગાવી દીધા છે. તેનો મતલબ એ છે કે એ આરોપો ખોટા હતા. ત્યાં કોઈ બળાત્કાર થયો નહોતો."
રમન પિલ્લેએ કહ્યું, "આ એક મોટો કેસ છે. તે હાઈકોર્ટમાં જશે એ નક્કી છે. તેમાં કોઈ વાંધો નથી. અમે બધા પુરાવાને ધ્વસ્ત કરી દીધા છે."
ઇમરાન કુરેશીના ઇનપૂટ્સ સાથે
- મોલનુપિરાવીર દવા કોરોનાને મટાડી શકે અને આ દવા ક્યારે લેવી જોઈએ?
- ભારત માટે જેમણે અમેરિકન પાસપોર્ટ ત્યજી દીધો એ સુધા ભારદ્વાજ પર જેલમાં શી વીતી?
- કોરોનાનો ટેસ્ટ ઘરે કઈ રીતે કરવો અને ટેસ્ટિંગ કિટથી નુકસાન શું થાય?
- હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ અને કર્મ અંગે શું કહે છે?
- શાહજહાંનાં પત્ની મુમતાજ મહલને ત્રણ વાર કેમ દફનાવાયાં હતાં?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો