ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે, કયા વિસ્તારમાં અને ક્યારે પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.
વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ સારા સમાચાર છે, હવે ફરી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ શરૂ થવા જઈ રહી છે.
આ વખતે ચોમાસામાં ગુજરાતમાં ખેડૂતોને જોઈએ તેટલો વરસાદ હજુ સુધી વરસ્યો નથી. કેટલાક વિસ્તારોમાં તો હજુ અપૂરતા વરસાદને લીધે વાવણી પણ શરૂ થઈ શકી નથી.
તો જે ખેડૂતોએ વાવણી કરી છે તેઓ હવે આકાશ સામે મીટ માંડીને બેઠા છે.

ગુજરાતમાં ક્યારથી પડશે ધોધમાર વરસાદ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાવ ઓછો વરસાદ પડ્યો છે અને ખેડૂતો ખરીફ પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
તેવામાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં 18 ઑગસ્ટ તારીખથી ફરી ભારે વરસાદની ગતિવિધિ રાજ્યમાં શરૂ થઈ જશે. જે બાદ 19 અને 20 ઑગસ્ટના રોજ વરસાદ વધુ વિસ્તારમાં વરસશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 17થી 20 ઑગસ્ટ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ભારે વરસાદ 18 ઑગસ્ટથી શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 18 ઑગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તથા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
જોકે, સાથે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 18 તારીખના રોજ વરસાદ શરૂ નહીં થાય.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19 ઑગસ્ટના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જોકે, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાને 20 ઑગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડી શકે. 20 ઑગસ્ટના રોજ હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ તથા બીજા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લૉપ્રેશર ગુજરાત તરફ આગળ વધશે
બંગાળની ખાડીમાં ઓડિશાની પાસે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ઑગસ્ટ મહિનામાં સર્જાયેલી આ પ્રથમ સિસ્ટમ છે.
આ સાયક્લૉનિક સર્ક્યુલેશન લૉપ્રેશરમાં બદલાશે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ લૉપ્રેશર ઓડિશા પરથી થઈ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે.
જેમજેમ આ લૉપ્રેશર ગુજરાત તરફ આવતું જશે તેમ રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે.
દેશમાં હાલ અડધાથી વધારે ચોમાસું પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં લગભગ 50 ટકા વરસાદની ઘટ છે.
જોકે, હવે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની આશા બંધાઈ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો