કુણાલ કામરા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અનાદરનો કેસ ચાલશે , ઍટર્ની જનરલે આપી મંજૂરી

કુણાલ કામરા

ઇમેજ સ્રોત, FACEBOOK/KUNALKAMRA

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટની સામે કથિત અપમાનજનક ટ્વીટ કરવા બદલ સ્ટેન્ડઅપ કૉમેડિયન કુણાલ કામરા પર ન્યાયાલયની અવમાનનાનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે.

ઍટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું, "મને લાગે છે કે સામાન્ય લોકો માને છે કે તે ભારતની સર્વોચ્ચ અદાલત અને તેના ન્યાયાધીશની સાહસપૂર્વક નિંદા કરી શકે છે અને તે માને છે કે આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."

ઍટર્ની જનરલને આઠથી વધારે પત્ર મળ્યા હતા જેમાં કામરાની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.

બુધવારે સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને જામીન પર તરત જ છોડવાનો આદેશ આપ્યો હતો.

આ પછી કુણાલ કામરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી સુપ્રીમ કોર્ટ પર કથિત અપમાનજનક ટ્વીટ કરી હતી.

ઍટર્ની જનરલે પોતાના પત્રમાં લખ્યું કે આ ટ્વીટ હાસ્ય અને ન્યાયાલયની અવમાનનાની વચ્ચેની સરહદને પાર કરે છે.

તેમણે કહ્યું, "ઇમારત (સુપ્રીમ કોર્ટ)ના પ્રત્યે સમ્માન ઘણા સમયે પહેલાં જ જઈ ચૂક્યું છે. આ દેશમાં સર્વોચ્ચ અદાલત આજે દેશનું સૌથી સર્વોચ્ચ મજાક બની ચૂકી છે."

line

કુણાલ અને વિવાદો

કુણાલ કામરા

ઇમેજ સ્રોત, FACEBOOK/KUNALKAMRA

ઇમેજ કૅપ્શન, કુણાલ કામરા

એવું નથી કે કુણાલ કામરા પહેલીવાર વિવાદમાં આવ્યા છે.

આ વર્ષે જાન્યુઆરીના મહિનામાં કુણાલ કામરા પત્રકાર અર્ણવ ગોસ્વામીને એક ફલાઇટમાં તેમની સીટ પર જઈને સવાલ પૂછતા જોવા મળ્યા હતા.

આ વીડિયો વાઇરલ થઈ ગયો. આ વીડિયોમાં અર્ણવ ગોસ્વામી કુણાલને નજરઅંદાજ કરે છે અને પોતાના લૅપટૉપમાં જોવામાં વ્યસ્ત થઈ જાય છે.

આ અંગે કુણાલ કામરાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

તેમણે લખ્યું હતું, "તમારી જાણકારી માટે કહી દઉં કે આજે સવારે અર્ણવ ગોસ્વામી મારી સાથે ફ્લાઇટમાં હતા. મેં તેમને પ્રેમપૂર્વક ફરીથી પુછ્યું કે શું તે એક ઇમાનદાર વાતચીત કરવા ઇચ્છે છે? હાથ ઝટકીને તેમણે મને દૂર રહેવા માટે કહ્યું અને મેં પણ એવું કર્યું."

કુણાલે ટ્વીટર પર આને શૅર કરતા લખ્યુ હતું, "હું પોતાના હીરો માટે કામ કરું છું, મેં આ રોહિત વેમુલા માટે કર્યું છે."

આ ઘટના પછી કુણાલ પર ઇન્ડિગોએ છ મહિના માટે પ્રવાસ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

ત્યારે કુણાલ કામરાએ ઇન્ડિગોના નિર્ણયનો સ્વાગત કરીને ટ્વિટ કર્યું હતું, "મારી પર છ મહિનાનો પ્રતિબંધ લગાવવા માટે આભાર. મોદીજી તો કદાચ ઍરઇન્ડિયા પર હંમેશ માટે પ્રતિબંધ લગાવવાના છે."

જોકે ત્યારે તેણે એક નિવેદન આપીને વિમાનના ચાલકદળ અને એક યાત્રીને છોડીને બાકીના તમામની માફી માગી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો