IND vs Aus: કેએલ રાહુલ અને સિરાઝ મોહમ્મદનો ઑસ્ટ્રેલિયા ટૂરમાં સમાવેશ, રોહિત શર્મા નહીં

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે.

રોહિત શર્માને અનફિટ હોવાને કારણે પસંદ કરવામાં આવ્યા નથી તો આઈપીએલમાં સારો દેખાવ કરનાર શુભમન ગિલનો સમાવેશ ટેસ્ટ અને વન-ડે ટીમમાં કરવામાં આવ્યો છે.

નવદીપ સૈનીને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યા છે તો વરૂણ ચક્રવર્તીને પહેલી વાર ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે.

નવદીપ સૈની ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બૂમરાહને ત્રણે ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જોકે, ટેસ્ટ, વન-ડે અને ટી-20માં વિકેટકીપિંગની જવાબદારી અલગઅલગ રાખવામાં આવી છે. રિદ્ધિમાન સાહા અને ઋષભ પંતને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તો સંજુ સેમસનને ટી-20માં અને કેએલ રાહુલને વન-ડે અને ટી-20 બેઉ ટીમમાં રાખવામાં આવ્યા છે.

ભારતની ટીમની કપ્તાની વિરાટ કોહલી જ કરશે. કે. એલ. રાહુલને વન-ડે અને ટી-20માં વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. ટેસ્ટ મૅચમાં વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે રહેશે.

બીસીસીઆઈની પસંદગી સમિતિએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી હતી જેમાં ઑસ્ટ્રેલિયા ટૂર માટે ટીમ નક્કી કરવામાં આવી છે.

ભારત ઑસ્ટ્રેલિયામાં 3 ટી-20, 3 વન-ડે અને 4 ટેસ્ટ મૅચ રમશે.

line

કોનો કોનો સમાવેશ?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વન-ડે ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કે.એલ. રાહુલ (વાઇસ કૅપ્ટન અને વિકેટકીપર) શ્રેયસ એય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.

ટી-20 ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કે.એલ. રાહુલ (વાઇસ કૅપ્ટન અને વિકેટકીપર) શ્રેયસ એય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી.

ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કે.એલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કૅપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ સૈની, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને મોહમ્મદ સિરાઝ.

આ ઉપરાંત ચાર વધારાના બૉલરનો પણ સમાવેશ ટૂરમાં કરવામાં આવ્યો છે. આ બૉલિંગ સ્કવૉડમાં કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઇશાન પોરેલ અને ટી. નટરાજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો