NEET રિઝલ્ટ 2020 : પરીક્ષાનાં પરિણામ હવે ક્યારે જાહેર થશે?

નીટ પરીક્ષાનાં પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નીટ પરીક્ષાનાં પરિણામો હવે 16 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ ntaneet.nic.in વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરની મદદથી સ્કોરકાર્ડ જોઈ શકશે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટર પર આ અંગે જાહેરાત કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોકે 16 ઑક્ટોબરે કેટલા વાગ્યે આ પરિણામોની જાહેરાત કરાશે, એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એનટીએના અંદાજ પ્રમાણે મહામારીની વચ્ચે અંદાજે 85 ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે નીટની પરીક્ષામાં બેઠા હતા.

દેશભરમાં અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

લાઇવ લૉ વેબસાઇટ પ્રમાણે સોમવારે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોવિડ-19 મહામારીના કારણે કન્ટેન્મૅન્ટ ઝોનમાં ફસાયેલા હોવાથી અથવા બીમાર હોવાથી પરીક્ષા નથી આપી શક્યા, તેમની માટે ફરીથી યોજી શકાય.

આ અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 14 ઑક્ટોબરે પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિર્ણયને આવકાર્યો હતો.

સોમવારે સવારથી જ નીટ પરીક્ષાનાં પરિણામોની જાહેરાત અંગે અટકળો લગાવાતી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં નીટની પરીક્ષા યોજવામાં આવે છે. મેડિકલ કૉલેજમાં અંડર ગ્રૅજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવે છે.

આ વર્ષે નીટ પરીક્ષા સતત ચર્ચામાં રહી છે પહેલાં આ પરીક્ષા ત્રીજી મેના રોજ થવાની હતી.

જોકે એની તારીખને બે વખત પાછળ ઠેલવામાં આવી હતી.

line

કોરોનાકાળમાં કેટલી બદલાઈ NEET પરીક્ષા?

  • અગાઉ પરીક્ષાકેન્દ્રોની સંખ્યા 2,546 હતી, જેને વધારીને 3,843 કરવામાં આવી હતી.
  • દરેક ઓરડામાં વિદ્યાર્થીઓની સંખ્યાને પહેલાં કરતાં અડધી કરી દેવાઈ હતી. એટલે કે હવે દરેક ઓરડામાં માત્ર 12 વિદ્યાર્થીઓ જ બેસશે.
  • એનટીએ અનુસાર પરીક્ષાકેન્દ્રની અંદર આવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
  • દરેક વિદ્યાર્થીને પરીક્ષાકેન્દ્રમાં માસ્ક અને સેનિટાઇઝર સાથે લાવવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે પરીક્ષાકેન્દ્રમાં દાખલ થતી વખતે તેમને નવું માસ્ક આપવામાં આવે એવી વ્યવસ્થા કરાઈ હતી.
  • વિદ્યાર્થીઓના ઍડમિટ કાર્ડ હાથથી તપાસવાની જગ્યાએ હવે બારકોડ વડે ચૅક થઈ રહ્યા છે.
  • અગાઉ આ પરીક્ષા ત્રીજી મેએ થવાની હતી પરંતુ એની તારીખ બે વાર ટાળી દેવામાં આવી હતી.
  • વિદ્યાર્થીઓએ આ વખતે પણ પરીક્ષાની તારીખને પાછળ ઠેલવવાની માગ કરી હતી, પરંતુ સરકાર ન માની.
  • વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા પરંતુ કોર્ટે એમની અપીલને નકારી કાઢી. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓનું કિંમતી વર્ષ ખરાબ ન કરી શકાય.
  • અનેક વિપક્ષી નેતાઓએ પણ વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો જેમ કે રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક, ડીએમકે અધ્યક્ષ એન કે સ્ટાલિન અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા.
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો