PAK vs AUS : 'પાકિસ્તાન આજે ઑસ્ટ્રેલિયાને હરાવશે', બ્રાયન લારાએ આપ્યાં આ કારણો - TOP NEWS
પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યું છે કે તેમના અંદાજ પ્રમાણે ટી20 વિશ્વકપની બીજી સેમિફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમ જીતશે.
ટી20 વિશ્વકપની બીજી મૅચ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે છે. એ અગાઉ પ્રથમ સેમિફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડને હરાવીને ન્યૂઝીલૅન્ડ ફાઇનલમાં પહોંચી ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
લારાએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "ઑસ્ટ્રેલિયાની ટીમ ખતરનાક છે, તેમની લાઇનઅપ મજબૂત છે અને તેઓ કોઈને પણ હરાવી શકે છે."
"જોકે પાકિસ્તાન પાસે બેટિંગ અને બૉલિંગ બંને કૌશલ્ય છે, જેથી તેઓ ઑસ્ટ્રેલિયાની ટીમને ફાઇનલથી દૂર રાખીને પોતાની જગ્યા બનાવવા સમર્થ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસ બમણા, આગામી 15 દિવસ મહત્ત્વના

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં બમણો ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 20 નવા કેસ નોંધાયા હતા, જેની સામે બુધવારે આ સંખ્યા 42 પર પહોંચી ગઈ હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ' નોંધે છે કે દિવાળી પછી શરૂ થયેલી પ્રવૃત્તિઓને કારણે આ ઉછાળો નોંધાયો છે. છેલ્લે 11 જુલાઈએ આટલી સંખ્યામાં નવા કેસ નોંધાયા હોવાનું અખબાર ઉમેરે છે.
બુધવારે રાજ્યના કેસોની સંખ્યામાં આવેલો ઉછાળો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નોંધાયેલા 16 નવા કેસને કારણે આવ્યો હતો, જ્યાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન આટલી સંખ્યામાં નવા કેસ નોંધાયા હતા.
એએમસીનું માનવુ છે કે દિવાળીની રજાઓ પછી મોટા પાયે ટેસ્ટ હાથ ધરવામાં આવશે તથા આગામી પંદર દિવસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, 'હિંદુસ્તાન ટાઇમ્સ'નો અહેવાલ નોંધે છે કે ગુજરાતનાં 16 હજાર ગામોમાં પાત્ર લોકોને કોરોનાની વૅક્સિનના એક-એક ડોઝ મળી ગયા છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ચાર કરોડ 93 લાખ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે, જેમાંથી ચાર કરોડ 50 લાખને વૅક્સિન અપાઈ ચૂકી છે.
ભાવનગર, સુરત, રાજકોટ, ગાંધીનગર તથા જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન હદવિસ્તારના તમામ લોકોને એક-એક ડોઝ અપાય ગયા છે.

રાજ્યમાં લૉન્ચ થશે 'નિરામય ગુજરાત' સ્કિમ, 30 વર્ષથી ઓછી ઉંમરનાઓને લાભ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શુક્રવારથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી 'નિરામય ગુજરાત' યોજના લૉન્ચ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યના જિલ્લા મથકો ખાતે આ કાર્યક્રમો યોજાશે, જેમાં ધારાસભ્યો તથા સંસદસભ્યો હાજર રહેશે.
આ યોજના હેઠળ 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા કૅન્સર જેવી બીમારીઓ માટે સ્ક્રિનિંગ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ લગભગ ત્રણ કરોડ ગુજરાતીઓને થશે અને લાભાર્થીને તેનો રિપોર્ટ સુપ્રત કરાશે.
સરકારનો દાવો છે કે ખાનગી હૉસ્પિટલમાં આ પ્રકારનો ટેસ્ટ કરાવવા માટે રૂ. 12 હજાર સુધીનો ખર્ચ આવી શકે છે.

ચીન-અમેરિકા વચ્ચે સમજૂતિ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુરૂવારે અચાનક જ ચીન તથા અમેરિકા સાથે મળીને જળવાયુ પરિવર્તન મુદ્દે સાથે મળીને કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે જળવાયુ પરિવર્તનએ સંયુક્ત પડકાર છે, જેનો સામનો બધા દેશોએ સાથે મળીને કરવાની જરૂર છે.
આવતા અઠવાડિયે જિનપિંગ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થવાની છે, ત્યારે આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચેન્નાઈ ઉપર 'સંકટના વાદળ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
હવામાન ખાતાએ ગુરૂવાર માટે તામિલનાડુના આઠ જિલ્લામાં વરસાદ માટે 'રેડ ઍલર્ટ' બહાર પાડ્યું છે. જેમાં ચેન્નાઈ, તિરુવેલ્લુર, રાનીપેટ, વેલ્લોર, સાલેમ, કલાકુરુચ્ચી, તુરુપટ્ટુર તથા તિરુવન્નામેલ્લાઈ માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરૂવારે વહેલી સવારથી ચેન્નાઈમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.
શહેરના દક્ષિણ ભાગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનેક જિલ્લામાં ગુરૂવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.
ચેન્નાઈમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ જવા પામ્યું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો