You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM નરેન્દ્ર મોદીનું UN ભાષણ, 'ભારતની વૅક્સિન સમગ્ર માનવજાતને સંકટમાંથી કાઢશે'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરતાં પરીવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંબોધનમાં તેમણે કહ્યું, "છેલ્લા 8-9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કરે છે. આ વૈશ્વિક મહામારીને આટોપવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પૉન્સ ક્યાં છે?"
"વિશ્વના સૌથી મોટા વૅક્સિનના ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા માગું છું."
"ભારતની વૅક્સિનનાં પ્રોડક્શન અને ડિલિવરીની ક્ષમતા સમગ્ર માનવજાતને આ સંકટમાંથી બહાર કાઢવાના કામમાં આવશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો:
- ત્રીજું વિશ્વયુદ્ધ નથી થયું, પણ અનેક યુદ્ધ, ગૃહયુદ્ધ થયાં. આતંકવાદી હુમલાઓમાં લોહીની નદીઓ વહેતી રહી. લાખો માસૂમ બાળકો દુનિયા છોડી ગયાં. તે સમયે અને આજે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ પર્યાપ્ત હતા?
- સંયુક્ત રાષ્ટ્રમાં પરિવર્તન સમયની માગ છે. UNમાં સંતુલન, સશક્તિકરણ જરૂરી છે.
- ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રખાશે?
- ભારત જ્યારે પણ મિત્રતા માટે હાથ આગળ વધારે છે, તો તે ત્રીજા દેશની વિરુદ્ધમાં નથી હોતું.
- અમે વિકાસયાત્રાથી મળેલા અનુભવો લોકો સાથે વહેંચવામાં પાછળ રહેતા નથી.
- ભારતનું વૅક્સિન પ્રોડક્શન અને ડિલિવરી આખી દુનિયા માટે છે.
- 8-9 મહિનાથી આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે.
- મહામારીનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી પ્રતિક્રિયા ક્યાં છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો