NEET પરીક્ષા કોરોના સંક્રમણ વચ્ચે કેટલી બદલાઈ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રવિવારે દેશભરની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટે નીટ(NEET)ની પરીક્ષા યોજાઈ. પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હતો.
કેટલાક દિવસો પહેલાં જ ઍન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેઈઈ(JEE)ની પરીક્ષા યોજાઈ હતી.
આ પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોરોના મહામારીનું જોખમ અને પરિવહનના પ્રશ્નોને લીધે પરીક્ષાની તારીખ આગળ વધારવાની અપીલ કરી રહ્યા હતા.
કોરોના મહામારીને જોતાં પરીક્ષા આયોજિત કરતી નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
પરીક્ષાનાં કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી અને દરેક ઓરડામાં ઓછા વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.

કઈ રીતે નીટની પરીક્ષા માટે વ્યવસ્થા કરાઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
- અગાઉ પરીક્ષાકેન્દ્રોની સંખ્યા 2,546 હતી, જેને વધારીને 3,843 કરવામાં આવી છે.
- દરેક ઓરડામાં વિદ્યાર્થીઓની સંખ્યાને પહેલાં કરતાં અડધી કરી દેવાઈ છે. એટલે કે હવે દરેક ઓરડામાં માત્ર 12 વિદ્યાર્થીઓ જ બેસશે.
- એનટીએ અનુસાર પરીક્ષાકેન્દ્રની અંદર આવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
- દરેક વિદ્યાર્થીને પરીક્ષાકેન્દ્રમાં માસ્ક અને સેનિટાઇઝર સાથે લાવવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે પરીક્ષાકેન્દ્રમાં દાખલ થતી વખતે તેમને નવું માસ્ક આપવામાં આવે એવી વ્યવસ્થા કરાઈ હતી.
- એનટીએના અધિકારીએ સમાચાર ઍજન્સી પીટીઆઇને જણાવ્યું, "દરેક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન પરીક્ષાકેન્દ્ર પરથી અપાયેલું માસ્ક જ પહેરવાનું રહેશે જેથી નકલની કોઈ શક્યતા ન રહે."
- વિદ્યાર્થીઓના ઍડમિટ કાર્ડ હાથથી તપાસવાની જગ્યાએ હવે બારકોડ વડે ચૅક થઈ રહ્યા છે.
- અગાઉ આ પરીક્ષા ત્રીજી મેએ થવાની હતી પરંતુ એની તારીખ બે વાર ટાળી દેવામાં આવી હતી.
- વિદ્યાર્થીઓએ આ વખતે પણ પરીક્ષાની તારીખને પાછળ ઠેલવવાની માગ કરી હતી, પરંતુ સરકાર ન માની.
- વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા પરંતુ કોર્ટે એમની અપીલને નકારી કાઢી. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓનું કિંમતી વર્ષ ખરાબ ન કરી શકાય.
- અનેક વિપક્ષી નેતાઓએ પણ વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો જેમ કે રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક, ડીએમકે અધ્યક્ષ એન કે સ્ટાલિન અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















