ગુજરાતમાં આજે ક્યાં પડશે ભારે વરસાદ, કેટલાંક ગામોમાં પાણી ઘૂસ્યાં

વરસાદ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામોમાં પાણી ભરાઈ ગયાં છે તો પૂરની સ્થિતિને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.

હવામાન ખાતાના આંકડા પ્રમાણે 23 ઑગસ્ટ સુધીમાં રાજ્યમાં 95 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધારે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આશરે સતત બે મહિનાથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હાલ તેની સરેરાશ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી 26 ઑગસ્ટ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 26 ઑગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

line

કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ મૉનસૂન સિસ્ટમ આગળ વધી રહી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 24 ઑગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, જિલ્લાના કેટલાંક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બનાસકાંઠા અને મોરબી પર અતિભારે વરસાદનો સૌથી વધારે ખતરો છે. આ જિલ્લાના કેટલાંક સ્થળોમાં અનરાધાર વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અરવલ્લી, ખેડા અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં સોમવારે અનેક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.

ઉપરાંત હવામાન ખાતાએ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે.

line

ગુજરાતમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં અનેક ગણો વરસાદ વરસી ગયો છે અને હજી આવનારા દિવસોમાં વરસાદ વરસાવાનું ચાલુ રહે તેવી શક્યતા છે.

ગુજરાત હવામાન વિભાગના વડા જયંત સરકારના કહેવા પ્રમાણે આ વર્ષે સતત પેદા થયેલાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વધારે પડી રહ્યો છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી પર ઉત્પન્ન થયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે.

જેના કારણે વધારે વરસાદ પડી રહ્યો છે.

આ વખતે પૂર્વમાંથી આવતી મૉનસૂન સિસ્ટમ ગુજરાત પર વરસાદ લાવી રહી છે.

એટલે કે બંગાળની ખાડી પર ઉત્પન્ન થયેલી મૉનસૂન સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી છે. જે અહીંની લોકલ સિસ્ટમ સાથે મળતાં રાજ્યમાં વધારે વરસાદ પડ્યો છે.

line

ક્યાં કેટલો વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.

જેમાં હવામાન ખાતાએ આપેલા આંકડા મુજબ દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતાં 298 ટકા વધારે વરસાદ પડ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં 23 ઑગસ્ટ સુધીમાં 1637 મિલિમિટર વરસાદ વરસ્યો છે.

પોરબંદર જિલ્લામાં આ વર્ષે તેની સરેરાશ કરતાં 137 ટકા, જામનગર જિલ્લામાં 114 ટકા, કચ્છમાં 111 ટકા, રાજકોટમાં 73 ટકા, દીવમાં 108 ટકા, અમરેલી 85, બોટાદમાં 80 ટકા વધારે વરસાદ પડ્યો છે.

આ સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ઓછો વરસાદ પણ પડ્યો છે.

જેમાં દાહોદમાં 85 ટકા, ડાંગમાં 23 ટકા, મહિસાગરમાં 18 ટકા, વડોદરામાં 12 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

આંકડાઓ પરથી જાણવા મળે છે કે આ વખતના ચોમાસામાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ પડી ગયો છે. જેના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવા તથા રસ્તાઓના ધોવાણની ઘટનાઓ બની છે.

line

ગુજરાતમાં તંત્ર હાઇએલર્ટ પર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વરસાદને લઈને રાજ્યમાં તંત્ર હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે.

જેથી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિમાં તેઓ ઝડપથી કામગીરી કરી શકે.

રાજ્યમાં 108 ડેમો તેની ફૂલ ક્ષમતા સુધી ભરાઈ ગયા છે અને તેને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યની અનેક નદીઓમાં હાલ પૂર જેવી સ્થિતિ છે. જેને લઈને સ્થાનિક તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યમાં 44 નદીઓમાં ભારે પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. જ્યારે વિશ્વામિત્રી નદીનાં કાંઠે આવેલાં 17 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. 263 જેટલાં ગામોમાં વીજળી ગૂલ થવાની સમસ્યા સર્જાઈ હતી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3