CET : નેશનલ રીક્રૂટમૅન્ટ એજન્સીની જાહેરાત, કેન્દ્ર સરકારની નોકરી માટે હવે એક પરીક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારના મંત્રીમંડળ દ્વારા કેન્દ્ર સરકારની નોકરી માટેની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે આજે કરેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ભરતી માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી (નેશનલ રીક્રૂટમૅન્ટ એજન્સી)ની સ્થાપ્ના કરવામાં આવશે.
આ એજન્સી સ્ટાફ સિલેક્શન કમિશન(એસએસસી), રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) અને બૅન્કિંગ માટેની આઈબીપીએસ દ્વારા યોજવામાં આવતી પ્રાથમિક પરીક્ષાના સ્થાને એક કૉમન એલિજિબિલીટી ટેસ્ટ(સીઈટી)નું આયોજન કરશે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ પ્રમાણે આ પરીક્ષા સ્નાતક, ઉચ્ચ માધ્યમિક (12મા ધોરણ) અને મેટ્રિક (10મા ધોરણ)નાં ઉમેદવારો માટે કૉમ્પ્યુટર આધારિત ઑનલાઇન સામાન્ય યોગ્યતા પરીક્ષા (સીઈટી) હશે.

સીઈટીથી શું બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલના સમયમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ વિવિધ ભરતી એજન્સીઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ભાગ લેવો પડે છે.
જેનાં સ્થાને આ ઉમેદવારો એક સામાન્ય યોગયતા પરીક્ષામાં માત્ર એક વખતે જ સામેલ થશે અને ઉચ્ચસ્તરની પરીક્ષા માટે અથવા અલગ અલગ તમામ ભરતીની એજન્સીઓમાં આવેદન કરી શકશે
રાષ્ટ્રીય ભરતી એજન્સી દ્વારા નોન ટૅકનિકલ જગ્યાઓમાં પ્રાથમિક રીતે સ્ક્રિનિંગ કરવા માટે સામાન્ય યોગ્યતા પરીક્ષા (સીઈટી) લેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમૅન્ટ બોર્ડ અને આઈબીપીએસનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારને સીઈટીમાં જે સ્કોર મળશે તે પરિણામ જાહેર થયા પછી 3 વર્ષો સુધી માન્ય ગણાશે.
સામાન્ય યોગ્યતા પરીક્ષામાં ભાગ લેવા માટે વયમર્યાદા સુધી ગમે તેટલી વખત પરીક્ષા આપી શકાશે.
સરકારની દલીલ છે કે આ એ ઉમેદવારો માટે છે જે દર વર્ષે આ પરીક્ષાઓમાં ભાગ લેવા અને તેની તૈયારીમાં ભાગ લેવા માટે મહત્ત્વપૂર્ણ સમય, પૈસો ખર્ચી રહ્યા છે.
આ પરીક્ષામાં આવેલાં માર્કના આધારે પછી વિવિધ એજન્સીઓ જેવી કે સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે ભરતી બોર્ડ અને બેન્કિંગ કર્મચારીઓ માટેની આઈબીપીએસની બીજા સ્તરની મુખ્ય અને ત્રીજા સ્તરની મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકાશે. બીજા અને ત્રીજા સ્તરની પરીક્ષા જે તે એજન્સી લેશે.
સરકારનું કહેવું છે કે આ પરીક્ષાથી ગરીબોને ઘણી રાહત પહોંચશે. તેમને વારંવાર પરીક્ષાઓની ફી માટે રૂપિયા ખર્ચવા નહીં પડે. આ ઉપરાંત ગામડાંની મહિલાઓને વિવિધ પરીક્ષામાં ભાગ લેવાં હેરાન થવું નહીં પડે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
























