You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહનો રાહુલ ગાંધીને જવાબ, 'ચીન અને પાકિસ્તાન ખુશ થાય એવાં નિવેદનો ન આપો'
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અને દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભારત-ચીન સરહદવિવાદ અને કોરોના વાઇરસ પર કરેલા ટ્વીટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'સરેન્ડ મોદી' કહેવા મામલે અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી.
અમિત શાહે કહ્યું, "આવા વખતે એવાં નિવેદનો ન આપવાં જોઈએ જેનાથી ચીન અને પાકિસ્તાનને ખુશી થાય."
સરેન્ડર મોદી હૅશટૅગના પાકિસ્તાન અને ચીનમાં ટ્રૅન્ડ થવા વિશે અમિત શાહે કહ્યું "અમે ભારતવિરોધી પ્રચાર સામે લડવા માટે સક્ષમ છીએ."
"જ્યારે એક મોટા પક્ષના પૂર્વ અધ્યક્ષ(રાહુલ ગાંધી) આવા સંકટના વખતમાં હીન રાજનીતિ કરે તો આ તેમની માટે અને તેમના પક્ષ માટે આત્મચિંતનનો વિષય છે કે તેમનાં હૅશટૅગ પાકિસ્તાન અને ચીનને પ્રોત્સાહિત કરી રહ્યા છે."
તેમણે કહ્યું, "પાર્લમેન્ટ ભરાશે, ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવા આવજો. 62થી માંડીને આજ સુધી બે-બે હાથ થઈ જાય. ચર્ચાથી કોઈ ડરતું નથી."
"જ્યારે દેશના જવાન સંઘર્ષ કરી રહ્યા છે. સરકાર એક સ્ટૅન્ડ લઈને નક્કર પગલાં ઉઠાવી રહી છે, એ વખતે પાકિસ્તાન અને ચીન ખુશ થાય એવાં નિવેદનો કોઈએ ન આપવાં જોઈએ."
શ્રમિકોની હિજરત પર તેઓ શું બોલ્યા?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે લૉકડાઉન પછી સરકારે જે પ્રયાસો કર્યા છે એ વિશે મીડિયાએ નથી બતાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "11 હજાર કરોડ રૂપિયા તમામ રાજ્યોમાં મોકલવામાં આવ્યા અને એમાંથી શ્રમિકો માટે વ્યવસ્થા કરવાનું કહેવામા આવ્યું."
"શ્રમિકો માટે હૉસ્પિટલ અને ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવામાં આવ્યાં. વડા પ્રધાને ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો અને એક કરોડ 20 લાખથી વધારે મજૂરોને દૂરનાં રાજ્યોમાં મોકલવામાં આવ્યાં અને પાડોશી રાજ્યોના મજૂરોને બસોમાં મોકલવામાં આવ્યા. ઘણા દુખદ દૃશ્યો જોવાં મળ્યાં, એનું દુખ છે."
રોજગારી અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે "હાલમાં એક યોજના લાગુ કરાઈ છે અને મનરેગાનું વેતન વધારાયું છે. આ એક અસ્થાયી સ્થિતિ છે અને પરિસ્થિતિ ઠીક થયા પછી લોકો તેમની જૂની રોજગારી તરફ પાછા ફરશે અને કેટલાક લોકો પરત ફરી પણ રહ્યા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો