કોરોના વાઇરસ : અમેરિકા ડિસેમ્બર સુધી નહીં આપે એચ-1 બી વિઝા

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં કામ કરવા આવતા વિદેશી લોકોને અપાતા એચ-1 બી વિઝા પરના પ્રતિબંધને આ વર્ષના અંત સુધી યથાવત્ રાખી શકે છે.

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આનાથી સ્કિલ્ડ વર્કરો માટે એચ-1 બી વિઝા, કંપનીની અંદર જ કર્મચારીઓની ટ્રાન્સફરવાળા એલ-1 વિઝા, ઍકેડિમક અને રીસર્ચર માટેના વિઝા અને સીઝનલ વર્કરો માટે એચ-2બી વિઝા પર પણ અસર થશે.

જોકે આ પ્રતિબંધમાંથી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી વ્યક્તિને છૂટ મળી શકે છે.

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ મીડિયાને ઓળખ છત્તી ન થાય તે પ્રકારે કહ્યુ છે કે આ નિર્ણયથી અમેરિકાની જનતાને કોરોના મહામારીના પછીના સમયમાં જલદી કામ મળી શકે છે.

અધિકારીએ કહ્યું, "રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમેરિકાના લોકો જેટલું જલદી બની શકે એટલું જલદી કામ પર પરત ફરે તેવું ઇચ્છી રહ્યા છે. "

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયના અંદાજ પ્રમાણે વિઝા પર પ્રતિબંધ લાગવાથી પાંચ લાખ પચીસ હજાર નોકરી અમેરિકનોને મળશે. આ કોરોના વાઇરસના સમયમાં અમેરિકાના બેરોજગારી માટે રાહત હોઈ શકે છે.

કોરોના વાઇરસના સંકટના સમયમાં પણ એમ માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી નાગરિકોને સ્થાયી નિવાસ આપવાની સુવિધા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી શકે છે.

કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ તમામ એવા પ્રયત્નો કરી રહ્યા છે જેનાથી બીજા દેશના લોકોનું આવાનું ઓછું થઈ શકે.

જોકે જે કંપનીઓ વિદેશી કર્મચારીઓ પર આધાર રાખે છે તે આ નિર્ણયનો વિરોધ કરી શકે છે.

line

બન્ને સૈન્ય વચ્ચે 11 કલાક ચાલેલી બેઠકમાં શું થયું?

ભારતીય સૈનિક

ઇમેજ સ્રોત, SOPA IMAGES

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈનિક

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોમવારે ફરીથી ભારત અને ચીનના સૈન્યના લેફટનન્ટ જનરલ સ્તરના અધિકારી વચ્ચે વાતચીત થઈ હતી.

ભારતે ચીન સામે પોતાની માગને ફરીથી રજૂ કરી અને એપ્રિલ મહિના પહેલાંની સ્થિતિને યથાવત્ રાખવા જણાવ્યું હતું. તેમણે પેંગગોગ વિસ્તારના 'ફીંગર 4 ટૂ 8'થી પરત ફરવા માટે જણાવ્યું.

આ ઉપરાંત ગલવાન ખીણ, ગોગરા-હોટસ્પ્રિંગ, દેપસાંગ અને ચુશુલ વિસ્તારમાંથી પણ ચીનના સૈન્યએ તૈયાર કરેલા મિલિટરી બિલ્ડ-અપને પણ હઠાવવા માટે કહ્યું.

આ બેઠક 11 કલાક સુધી ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ભારતીય સૈન્ય દ્વારા આની કોઈ પણ પ્રકારની અધિકૃત માહિતી આપવામાં આવી નથી.

હાલમાં જ ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 જવાનો મૃત્યુ પામ્યા હતા. ભારતે અથડામણની ઘટનાને પૂર્વાયોજિત અને આયોજનબદ્ધ હુમલો લેખાવી હતી.

line

ગુજરાતમાં સિંહોમાં ફેલાયેલા સીડીવી વાઇરસની રસી શોધાશે

સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં ઑક્ટોબર 2018માં સિંહોમાં ફેલાયેલાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ની રસી ગુજરાતમાં શોધવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનૉલૉજી ભાગ હેઠળ કામ કરતા 'ધ ગુજરાત બાયૉટેકનૉલૉજી રીસર્ચ સેન્ટર' (જીબીઆરસી)એ સીડીવી વાઇરસની રસી તૈયાર કરી છે. જે હાલ ટ્રાયલ સ્ટેજ પર છે.

વિભાગના સેક્રેટરી હરીત શુકલાએ કહ્યું, "સિંહોમાં જોવા મળતા સીડીવી વાઇરસની રસી અમે તૈયાર કરવામાં છીએ. તે હાલ તૈયાર થઈ રહી છે અને પરિણામ જલદી આવશે."

ગીરમાં ઑક્ટોબર, 2018માં સીડીવી અને બૅબેસિયા વાઇરસથી 26 સિંહના મૃત્યુ થયાં હતાં ત્યારબાદ આ સંશોધન શરૂ કરાયાં હતાં. તે વખતે અમેરિકાથી દવા લાવવામાં આવી હતી.

line

સાંસદ આદર્શ ગ્રામયોજના : ન ગામ પર પ્રભાવ પડ્યો, ન તો તેના ઉદ્દેશ સિદ્ધ થયા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ધ વાયરના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વકાંક્ષી 'સાંસદ આદર્શ ગ્રામયોજના'ના કોઈ પ્રત્યક્ષ પ્રભાવ પાડી શકી છે અને ન કોઈ નક્કીક કરેલા ઉદ્દેશ સિદ્ધ કરી શકી છે.

ગ્રામીણ વિકાસ વિભાગની યોજનાઓના પ્રદર્શન સંબંધિત અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી કે આ યોજનાની સમીક્ષા કરવી જોઈએ.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

આ યોજના હેઠળ પ્રત્યેક સંસદસભ્યએ ગામને દત્તક લઈને તેને વિકસિત કરવાનું હોય છે. આ યોજનાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો