ભારત-ચીન સીમાવિવાદ : સીમાઘર્ષણ અંગેના ખોટા સમાચારોની હકીકત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આ અઠવાડિયે વિવાદિત હિમાલય સરહદ વિસ્તારમાં ચીની અને ભારતીય સેના વચ્ચે ભીષણ અથડામણ બાદ ભ્રામક તસવીરો અને વીડીયો સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા શૅર કરવામાં આવી રહ્યાં છે.
ઇન્ટરનેટ ઉપર એવા ઘણા વીડિયો અને ફોટા અમને જોવા મળ્યા જે દાવો કરે છે કે ગલવાન ખીણના છે, પરંતુ આ સાચું નથી. આ તસવીરો અને વીડિયોનો ગલવાન ખીણની ઘટના સાથે કોઈ સંબંધ નથી.

1. વીડિયો જે દાવો કરે છે કે બંને દેશના સૈનિકો લડી રહ્યા છે

પ્રથમ ઉદાહરણ છે યૂટ્યૂબનો એક વીડિયો, જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ગલવાન નદી ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની "વાસ્તવિક લડાઈ" છે. ગલવાન ખીણમાં એ જગ્યા છે જ્યાં હાલમાં જ બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
યૂટ્યૂબ પર આ વીડિયો 21,000થી વધુ વાર જોવાયો છે. ટ્વિટર પર પણ તેને બહોળા પ્રમાણમાં જોવામાં આવી રહ્યો છે, જેમાં કેટલીક પોસ્ટ્સ ભારતીય સૈનિકો દ્વારા ચીની સૈન્યને "હાંકી કાઢ્યાની" વાત કરે છે.
જોકે આ વીડિયો દિવસના પ્રકાશમાં શૂટ કરવામાં આવ્યો છે, જ્યારે ગલવાનમાં જે અથડામણ થઈ તે રાત્રે થઈ હતી.
અમે જોયું કે આ વીડિયો ઑગસ્ટ 2017 અને સપ્ટેમ્બર 2019માં પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
બંને વખત એવો દાવો કરવામાં આવ્યો કે હાલમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે જે ઝઘડો થયો તેનો છે.

2. ભારતીય સૈનિકો હિંસા પછી શોકમાં ગરકાવ, દેખાય છે તેવું નથી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, UGC
ભારતીય સૈનિકો રડે છે અને એકબીજાને ગળે મળે છે તેવાં ભાવનાત્મક દૃશ્ય દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. કેટલાક યૂઝર્સ દ્વારા ગલવાન ખીણમાં જે અથડામણ થઈ તેની સાથે જોડીને ટેગ કરવામાં આવી રહ્યો છે.
જોકે આ વીડિયો એક વર્ષ પહેલાંનો છે અને તે પણ કાશ્મીર વિસ્તારનો. અહીં સશસ્ત્ર આતંકવાદીઓ સાથેની લડાઈમાં ભારતીયદળોને મોટી જાનહાનિ થઈ હતી.
હાલમાં ગલવાન ખીણમાં જે અથડામણ થઈ તેની સાથે આ વીડિયોને કોઈ સંબંધ નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેનો હાલના ભારત-ચીન સરહદી વિવાદ માટે થયેલાં ઘર્ષણ સાથે કોઈ જ સંબંધ નથી.

3. લશ્કરી અધિકારીઓ વચ્ચેની જૂની તકરાર

ઇમેજ સ્રોત, UGC
ચીન અને ભારતના સૈનિકો એકબીજા સાથે તકરાર કરી રહ્યા છે તે દર્શાવતા વીડિયોને ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવ્યો છે, જેને હજારો લોકોએ જોયો છે.
ચીની સૈનિકો એક ભારતીય સૈનિકને અપશબ્દો બોલી રહ્યા છે અને કહે છે કે ત્યાંથી નીકળી જાય.
ટીકટૉકની જે ચાઇનીઝ ભાષાની સાઇટ છે તેના ઉપર આ વીડિયો મૂકવામાં આવ્યો છે. આ વીડિયોને 33000થી વધારે લાઇક્સ મળી છે. આ વીડિયોને મુખ્ય વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એક પ્રવક્તા દ્વારા પણ શૅર કરવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મે મહિનામાં આવ્યો હતો, જેથી આ ગલવાન ખીણનો હોવાનું અનુમાન કરવું ખોટું હશે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ વીડિયો જાન્યુઆરી 2020માં યૂટ્યૂબ પર અપલૉડ કરવામાં આવ્યો હતો.
આ સિવાય વીડિયોમાં દર્શાવેલા ભૂપ્રદેશથી એકદમ સ્પષ્ટ છે કે તે લદ્દાખ પર્વત વિસ્તારનો નથી.
તેમ છતાં અમે ચોક્કસ સ્થાન સ્થાપિત કરી શકતા નથી. તથ્યોની ચકાસણી કરતી એક વેબસાઇટ મુજબ આ વીડિયો અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારનો છે, જે ગલવાનથી ઓછામાં ઓછો 1,000 માઈલ દૂર છે.

4. ભારતીય સૈનિકની અંતિમવિધિ

ઇમેજ સ્રોત, UGC
અન્ય એક વીડિયો જેને વ્યાપક રીતે શૅર કરવામાં આવી રહ્યો છે, એમાં ભારતીય સૈનિકની અંતિમવિધિ બતાવવામાં આવી છે. વીડિયોમાં તેમના સાથી-સૈનિકો ચીસો પાડે છે અને સૂત્રોચ્ચાર કરે છે.
ગલવાન ઘાટીમાં થયેલી અથડામણનો ઉલ્લેખ કરીને ભારતીય સૈનિકોની પ્રશંસા કરતા આ વીડિયોને 40,000 વખત જોવામાં આવ્યો છે.
જોકે 16મી જૂને મૃત્યુ પામેલા સૈનિકો સાથે આ વીડિયોને કોઈ સંબંધ નથી.
રિવર્સ સર્ચ ઇમેજ બતાવે છે કે મે મહિનામાં આ વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં તમે મૃત્યુ પામેલા સૈનિકનું નામ સાંભળી શકો છો. ગૂગલ પર શોધ કરતા માલૂમ પડશે કે લેહ-લદ્દાખ વિસ્તારમાં મે મહિના થયેલા એક અકસ્માતમાં આ સૈનિક મૃત્યુ પામ્યા હતા.
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સૈનિકની અંતિમવિધિ મહારાષ્ટ્રમાં તેના પૈતૃક ગામમાં કરવામાં આવી હતી.

5. મૃતદેહો અને શબપેટીઓની છબી જે બીજા ખંડની છે

ઇમેજ સ્રોત, UGC
ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે જે અથડામણ થઈ, તે અંગેની તસવીરો ચાઇનીઝ ભાષાના એક લેખમાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ભારતીય સૈનિકોનો મૃતદેહ છે.
આ લેખ 100,000 કરતાં વધારે વાર વાંચવામાં આવ્યો છે. એક તસવીરનો ઉપયોગ બાગિત્વ નામની પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવ્યો છે.
આ જ તસવીર સોશિયલ મીડિયા ઉપર પણ ક્રૉપ થઈ છે.
રિવર્સ સર્ચ ઇમેજ બતાવે છે કે આ ખરેખર તસવીર નાઇજીરિયાની છે. 2015માં થયેલી ઘટનાની છે, જેમાં બોકો હરામના ઉગ્રવાદીઓના હાથે નાઇજીરિયન સૈનિકો મૃત્યુ પામ્યા હતા.
અને આ જ લેખમાં પુષ્પાંજલિ સાથે અનેક સૈન્યની શબપેટીઓ દર્શાવતી બીજી તસવીર છે, જે પુલવામા જિલ્લામાં ભારતીય સૈન્ય ઉપર મોટા હુમલા બાદ ફેબ્રુઆરી 2019માં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી.
તેથી તેને આ વર્તમાન અથડામણ સાથે કોઈ નિસબત નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















