You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : ભારતીય સૈનિકોએ હથિયાર કેમ ન વાપર્યાં, વિદેશમંત્રીએ આપ્યો જવાબ
વિદેશમંત્રી એસ. જયશંકરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપ્યા છે.
વિદેશમંત્રીએ કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સીમા પર તહેનાત ભારતીય જવાનો પાસે હથિયારો હતાં, પરંતુ કરાર આધારે તેઓએ તેનો ઉપયોગ કર્યો નથી.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને સવાલ પૂછ્યો હતો કે ભારતીય સેનાને હથિયાર વિના ચીની સૈનિકો પાસે કોણે મોકલી હતી.
તેના જવાબમાં વિેદેશમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું, "સીમા પર તહેનાત બધા જવાન હથિયાર લઈને ચાલે છે. ખાસ કરીને પોસ્ટ છોડતી વખતે પણ તેમની પાસે હથિયાર હોય છે."
"15 જૂને ગલવાનમાં તહેનાત જવાનો પાસે પણ હથિયાર હતાં. પરંતુ 1996 અને 2005ની ભારત-ચીનની સંધિને કારણે લાંબા સમયથી પ્રૅક્ટિસ ચાલી આવી છે કે ફેસ-ઑફ (આમનેસામને) દરમિયાન જવાન ફાયરઆર્મ્સ (બંદૂક)નો ઉપયોગ નથી કરતા."
15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં એલએસી પર તહેનાત ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ત્યારબાદથી રાહુલ ગાંધી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને પૂછ્યું હતું, "અમારા હથિયાર વિનાના સૈનિકોને મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ. આપણા સૈનિકોને હથિયાર વિના શહીદ થવા માટે કેમ મોકલ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે વિદેશમંત્રીના આ જવાબથી ઘણા લોકો સંતૃષ્ટ જણાતા નથી.
સોશિયલ મીડિયા પર લોકો વિદેશમંત્રીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જાણીતા પત્રકાર રાહુલ પંડિતાએ ટ્વીટ કરીને કહ્યું કે હથિયાર રાખવાનો શું અર્થ, જો તમે તેનો ઉપયોગ ન કરી શકો.
રાહુલ પંડિતાનું કહેવું હતું, "ઓકે. જવાનો પાસે હથિયાર હતાં. હું કરારને પણ સમજું છું. પણ હથિયાર રાખવાનો શું મતલબ, જો તમે તેનો ઉપયોગ ન કરતા હોવ. એવા સમયે જ્યારે તમારા કમાન્ડિંગ ઑફિસરના શરીરને નખ અને કાંટાના તારથી ચૂંથવામાં આવી રહ્યું હતું."
જો જાણીતા પત્રકાર આશુતોષે પણ વિદેશમંત્રીના જવાબ પર વિરોધ નોંધાવતા કહ્યું, "વિદેશમંત્રીજી, તમારું ટ્વીટ જેટલું બતાવે છે, એનાથી વધુ છુપાયેલું છે. તમે જેમ કહો છો તેમ જો ભારતીય સૈનિકો પાસે હથિયાર હતાં તો તેનો આત્મરક્ષણ માટે ઉપયોગ કેમ ન કરાયો?"
"મંત્રીજી, કૃપા કરીને આનો જવાબ આપો. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, કંઈ છુપાવો નહીં, માત્ર સાચું શું છે એ જણાવો."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો