You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઠેર-ઠેર ચીની વસ્તુઓનો બહિષ્કાર, પ્રદર્શનો યોજાયાં - TOP NEWS
ભારત-ચીનની સરહદે 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થતાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના સમાચાર આવ્યા છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં વિરોધ થયો હતો.
આ વિરોધમાં વિદ્યાર્થીસંઘથી લઈને વેપારીઓ અને સૈન્યના ભૂતપૂર્વ લોકો પણ જોડાયા હતા અને તેઓએ 'મેડ ઇન ચાઇના'ના ઉત્પાદનના બહિષ્કારની માગ સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું.
તો રાજકોટના એક ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ ઝાલાએ એમ.જી. હેક્ટર કારનો ઑર્ડર રદ કર્યો હતો.
અને લેખિતમાં જણાવ્યું કે તેઓ આ કાર ખરીદવા માગતા નથી, કેમ એમ.જી. હેક્ટર ઇન્ડિયા એ ચાઇનીઝ શાંઘાઈ ઑટોમેટિવ ઇન્ડસ્ટ્રી કૉર્પોરેશન (SAIC)ની પેટાકંપની છે.
તેઓએ જુલાઈ 2019માં રૂપિયા 51,000 ચૂકવીને આ કાર બુક કરાવી હતી. જોકે હવે તેઓએ આ કાર ખરીદવાની ના પાડી દીધી છે.
તો વડોદરાની મંગળ બજારના વેપારીઓએ ફોન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને કપડાં સહિતની ચાઇનીઝ ચીજોને બાળી નાખી હતી.
પાકિસ્તાનથી ફરી તીડ ગુજરાતમાં આવ્યા
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો પર ફરી આફત આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનની સરહેદ આવેલા બનાસકાંઠા જિલ્લામાં તીડનાં ઝુંડોએ ફરી આક્રમણ કર્યું છે.
એનડીટીવી અહેવાલ અનુસાર બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તીડો ઊડતાં જોવાં મળ્યાં હતાં.
કૃષિ અધિકારી પ્રમોદ પટેલે એનડીટીવને જણાવ્યું હતું કે, જિલ્લાના સુઈગામ તાલુકાનાં ઓછાંમાં ઓછાં ચાર ગામોમાં આ જંતુઓનાં નાનાં ઝુંડ પહોંચ્યાં હતાં.
"નાનાં જૂથોનાં ટોળાંએ સુઈગામના કેટલાક ભાગોમાં આક્રમણ કર્યું હતું. જોકે અમે એને નિયંત્રિત કરવા જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો. તેનાથી 12 હેક્ટર વિસ્તારને અસર થઈ છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે."
અધિકારીએ જણાવ્યું કે તીડ પાકિસ્તાનની સરહદથી આવ્યાં હતાં અને કેટલાંક પડોશી જિલ્લા કચ્છના રાપર અને ભચાઉ તાલુકા તરફ પણ ગયાં હતાં.
નરેન્દ્ર મોદીએ દત્તક લીધેલા ગામ પર સ્ટોરી લખનારા પત્રકાર પર કેસ
ન્યૂઝ વેબસાઇટ માટે કામ કરતાં દિલ્હીનાં એક વરિષ્ઠ પત્રકાર પર પૂર્વ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લા પોલીસે કેસ દાખલ કર્યો છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, તેમના પર આ કેસ પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પર લખેલા એક સમાચાર માટે કરવામાં આવ્યો છે.
ન્યૂઝ વેબસાઇટ 'સ્ક્રૉલ'નાં પત્રકાર સુપ્રિયા શર્માએ સમાચાર લખ્યા હતા, જેનું શીર્ષક હતું- "વારાણસીના જે ગામને પીએમ મોદીએ દત્તક લીધું, ત્યાંના લોકો લૉકડાઉનમાં ભૂખ્યા."
સ્ક્રૉલનાં સંપાદક સુપ્રિયા શર્મા પર માનહાનિનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર વારાણસીના ડોમરી ગામનાં નિવાસી માલા દેવીની ફરિયાદને આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડોમરી ગામને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધું છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો