ગુજરાત : ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34% પરિણામ, કયો જિલ્લો પ્રથમ ક્રમે?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષામાં 71.34 ટકા પરિણામ જાહેર થયું છે.

આ વર્ષે કુલ 139 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. રવિવારે આવેલા પરિણામમાં વિદ્યાર્થીઓનું 71.69% અને વિદ્યાર્થિનીઓનું 70.85% પરિણામ જાહેર થયું છે.

ગુજરાતમાં સૌથી વધારે ટકાવારીની રીતે સૌથી વધારે પરીણામ ધરાવતો જિલ્લો રાજકોટ છે. જેનું પરિણામાં 84.69% ટકા આવ્યું છે.

જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 32.64% આવ્યું છે. જ્યારે ધ્રોલ 91.42% સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે. જેની સામે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 23.02% પરિણામ આવ્યું છે.

ગત વર્ષે એટલે કે 2019માં પણ રાજકોટ જિલ્લો અને ધ્રોલ કેન્દ્ર સૌથી વધારે પરિણામ ધરાવતાં હતાં. આ વર્ષે પણ બંને પરિણામમાં ટોપ પર આવ્યા છે.

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?
line

ગત વર્ષથી થોડું ઓછું પરિણામ

2019 કરતાં 2020માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડું ઓછું આવ્યું છે. 2019માં 71.90% આવ્યું હતું. જ્યારે 2020માં 71.34% આવ્યું છે.

આ વર્ષે 36 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 10 ટકા કરતાં પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 68 છે.

કોરોના વાઇરસના પ્રસાર પહેલાં જ ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી. જે બાદ દેશમાં લૉકડાઉન થતાં હજી સુધી શાળા કૉલેજો બંધ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ઍડમિશન લેવાનો સમયગાળો શરૂ થતો હોય છે. પરંતુ કોરોનાને લીધે શાળાઓ અને કૉલેજો હાલ તો બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓએ ઍડમિશન લેવામાં હજી રાહ જોવી પડશે.

line

અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કરતાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ વધારે આવ્યું છે.

અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 74.02 % છે. જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 70.77 % છે.

વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં રાજ્યમાં ત્રણ ગ્રૂપ હોય છે. જેમાં A ગ્રૂપનું પરિણામ 76.62 %, B ગ્રૂપનું 68.21 % તથા AB ગ્રૂપનું 68.00 % પરિણામ આવ્યું છે.

આ વર્ષે માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં કુલ 127 જેટલા પણ ગેરરીતિના કેસો પણ થયા હતા.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો