You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસથી મૃત્યુ થાય તો મૃતદેહની અંતિમવિધિ કેવી રીતે કરવી?
ભારત સહિત દુનિયામાં કોરોના વાઇરસની મહામારીનો ભોગ બનનાર લોકોની સંખ્યા વધી રહી છે.
એક તરફ અલગ અલગ દેશોની સરકારો આ મહામારીથી લોકોને કેવી રીતે બચાવવા અને થનાર આર્થિક નુકસાનને કેવી રીતે પહોંચી વળવુ તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે નિષ્ણાતો કોરાના વાઇરસથી મૃત્યુ બાદ મૃતદેહને કેવી રીતે હૅન્ડલ કરવો તેની ચિંતા કરી રહ્યા છે.
મૃતશરીરમાંથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા નથી. તેમ છતાં મૃતદેહની અંતિમવિધિ માટે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે.
કોરોના વાઇરસના સંક્રમણને કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તેના શબપરિક્ષણ સમયે જો સાવચેતી ન રાખવામાં આવે તો ફેફસામાંથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.
ચેપી રોગો માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ડિસપોઝેબલ, મેડિકલ સાધનો અને મૃત શરીર માટે વિવિધ બાયોસેફ લેવલ નક્કી કર્યાં છે.
કોવિડ-19થી મૃત્યુ પામેલી વ્યક્તિ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને બાયોસેફ-3 લેવલ નક્કી કર્યું છે.
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
બાયોસેફ લેવલ -3 એટલે શું?
બાયોસેફ લેવલ ત્રણમાં મૃતદેહને લિકપ્રૂફ પ્લાસ્ટિકમાં પેક કરીને તેની અંતિમવિધિ કરવાનું કહેવામાં આવ્યું છે.
એટલે કે સમગ્ર મૃતદેહને પ્લાસ્ટિકમાં એવી રીતે પેક કરવાનો કે તેમાંથી કોઈ વસ્તુ લીક ના થાય.
ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે અંતિમવિધિમાં તેમના સંબંધીઓ આ મૃતદેહને સ્પર્શ નહીં કરી શકે.
સ્વાસ્થમંત્રાલયની ગાઇડલાઇનમાં હેલ્થ વર્કર માટે કેટલાંક સાવચેતીનાં પગલાં અંગે વાત કરવામાં આવી છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હાથની સફાઈનું ધ્યાન રાખે, પાણી જેમાં ન જાય તેવું એપ્રોન પહેરવું, હાથ મોજાં, માસ્ક અને આંખો ઢંકાય તેવાં ચશ્માં પહેરવાનું કહેવામાં આવ્યું છે.
મંત્રાલયની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે પરિવારજનોએ મૃતદેહને ભેટવું, નવડાવવો કે કિસ કરવી નહીં.
ડૉક્ટરો માટે સલાહ આપવામાં આવી છે કે આવા દર્દીના મોત બાદ તેની ઑટોપ્સીથી દૂર રહેવું. જો તેના મોત અંગે શંકા હોય અને કારણ મળી શક્તું ના હોય તેવા કિસ્સામાં જ ઑટોપ્સી કરવી.
મીડિયા અહેવાલો અનુસાર યુરોપમાં કોવિડ-19ના મોત બાદ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે.
જો મૃતદેહની તાત્કાલિક અંતિમવિધિ ના કરવામાં આવે તો શબઘરમાં તેને 4-6 સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે.
WHO અને એઇમ્સ દ્વારા સલાહ આપવામાં આવી છે કે જો ધાર્મિક કારણોસર મૃતદેહને દફનાવવાની જરૂરિયાત ન હોય તો તેને અગ્નિદાહ જ આપવો. જોકે, દફનવિધિ સમયે પણ પરિવારજનો મૃતદેહને સ્પર્શ કરી શકતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો