પંજાબના તરન તારનમાં ફટાકડાંથી નગરકિર્તનમાં વિસ્ફોટ, 2 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, RAVINDER SINGH ROBIN / BBC
પંજાબના તરન તારન જિલ્લાના ડોલકે ગામમાં એક વિસ્ફોટમાં 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 11 લોકો ઘાયલ થયાં છે.
અહેવાલ મુજબ ઘટનાસ્થળે નગરકિર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એક ટ્રૉલીમાં મૂકવામાં આવેલા ફટાકડાંમાં આગ લાગતાં વિસ્ફોટ થયો હતો.

આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે.
સમાચાર સંસ્થા એએનઆઈને તરન તારનના એસએસપી ધ્રુવ દહિયાએ કહ્યું કે, નગરકિર્તનમાં વિસ્ફોટક પદાર્થોવાળા ફટાકડા હતા જેને લીધે અકસ્માતે ટ્રેક્ટર ટ્રોલી બ્લાસ્ટ થઈ અને આ ઘટના બની.
ઘાયલ તમામ લોકોને સ્થાનિક સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી 3 લોકો ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં છે.
પંજાબના મુખ્ય મંત્રીએ આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. તેમણે ભોગ બનનારના પરિવારને 5 લાખની સહાય અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત પણ કરી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















