You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વાહનચાલકની પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે?
ગુજરાત સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ના પહેરવાના પોતાના નિર્ણયને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે યૂ-ટર્ન માર્યો હતો.
સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું, “તેમણે ટુ-વ્હિલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં કોઈ પણ પ્રકારની ‘રાહત’ આપી જ નથી.”
ઊલટાનું સરકારના વકીલે તો હાઈકોર્ટમાં કહ્યું કે, “ગુજરાત સરકારે માત્ર ટુ-વ્હિલર વાહનચાલક માટે જ નહીં, પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે.”
પરંતુ 4 ડિસેમ્બર, 2019ના રોજ ગુજરાત સરકારના મંત્રી આર. સી. ફળદુએ પત્રકારોને સંબોધીને કહ્યું હતું કે ટુ-વ્હિલર વાહનચાલકો માટે શહેરો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી.
તેમણે આ જાહેરાત કરતી વખતે આ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો હોવાનો દાવો કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો