Lyme Disease : જસ્ટિન બીબરને થયેલી આ બીમારી શું છે?

જસ્ટિન બીબર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

પ્રખ્યાત પોપ સિંગર જસ્ટિન બીબરની પોતે 'લાઇમ ડિસીઝ'થી પીડાતા હોવાની કબૂલાતથી તેમના ચાહકો હતાશ થઈ ગયા છે.

બીબીસી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર 25 વર્ષીય પોપ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફતે પોતાની તબિયત અંગેની માહિતી પોતાના ચાહકો સાથે શૅર કરી હતી.

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી મીડિયામાં જસ્ટિનની તબિયત ખરાબ હોવાના તેમજ ડ્રગ્સની લતને કારણે તબિયત બગડી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા હતા.

બગાઈના કારણે થતા 'લાઇમ ડિસીઝ'માં ત્વચા પર અળાઈ, માંસપેશીનો દુ:ખાવો અને થાક અનુભવાય છે.

line

'લાઇમ ડિસીઝ' એટલે શું?

બગાઈ

ઇમેજ સ્રોત, Science Photo Library

'લાઇમ ડિસીઝ' માટે જવાબદાર બૅક્ટેરિયા મોટા ભાગે બગાઈ નામના જંતુમાં જોવા મળે છે. બગાઈ ઢોર કે કૂતરાં પર જોવા મળતી એક પ્રકારની માખ છે.

જોકે, આ બીમારી ચેપી છે કે નહીં એ અંગે નિષ્ણાતોમાં મતમતાંતર પ્રવર્તે છે. બગાઈ કરડ્યા પછી સામાન્ય પણે એક અઠવાડિયા બાદ આ બીમારીના લક્ષણો દર્દીમાં જોવા મળે છે.

line

ભારતમાં 'લાઇમ ડિસીઝ'

બીમાર મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ટેલિગ્રાફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2013માં કેરળનાં એક મહિલાનું મોત કથિતપણે 'લાઇમ ડિસીઝ'ના કારણે થયું હતું.

જોકે, હાલનાં વર્ષોમાં ભારતમાં આ બીમારીના દર્દીઓની નોંધપાત્ર સંખ્યા જોવા મળી નથી.

મોટા ભાગે બહારના દેશોના પ્રવાસ સમયે મોટા ભાગના ભારતીયોને આ બીમારી પોતાનો શિકાર બનાવતી હોય છે.

અહેવાલ અનુસાર ઘણા ડૉક્ટરોનું માનવું છે કે આ બીમારી દર્દી સાથે જાતીય સંબંધો બાંધવાના કારણે પણ ફેલાય છે.

તેમજ ઘણી વાર આ બીમારી જન્મજાત પણ હોઈ શકે છે.

ભારતમાં આ બીમારી મોટા ભાગે ત્વચા અને આંખ સંબંધી તકલીફો પેદા કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો