TOP NEWS : ઇયરફોન ભરાવીને સ્કૂલવાન ચલાવનાર ડ્રાઇવરને 10 વર્ષની સજા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઉત્તર પ્રદેશના ભદોહીની એક કોર્ટે સ્કૂલવાનચાલકને 10 વર્ષની સજા ફટકારી છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં એક માનવરહિત ક્રૉસિંગ પર ટ્રેન અને સ્કૂલવાન વચ્ચેના અકસ્માતમાં આઠ બાળકોનાં મોત થયાં હતાં.

આ મામલે ઉત્તર પ્રદેશના ભદોહીની કોર્ટે દોષી ઠરેલા ચાલકને શનિવારે 10 વર્ષની સજા કરી છે.

ફરિયાદી પક્ષના અનુસાર ઘોસિયાસ્થિત ટેન્ડર હાર્ટ સ્કૂલની વાન 25 જુલાઈ, 2016માં બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી. દરમિયાન ઔરાઈના કૈયરમઉ સ્થિત રેલવે ક્રૉસિંગ પર અલાહાબાદ-વારાણસી પેસેન્જર સાથે ટકરાઈ હતી.

દુર્ઘટના સમયે વાનચાલક રાશિદ ખાન ઇયરફોન ભરાવીને ગીત સાંભળતો હતો અને ટ્રેન આવતાં તે ગાડીમાંથી કૂદીને ભાગી ગયો હતો.

આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ડ્રાઇવર રાશિદની ધરપકડ કરી હતી.

બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે રાશિદને દોષી ઠેરવીને 10 વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

line

ગુજરાતમાં 23 નવા ફ્લાય-ઓવરને મંજૂરી

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં અલગઅલગ શહેરોમાં નવા 23 ફ્લાય-ઓવર બનશે અને તેના માટેની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વિવિધ શહેરોમાં નવા ફ્લાય-ઓવર બનશે.

23 ફ્લાય-ઓવરમાંથી સાત ફ્લાય-ઓવર અમદાવાદમાં બનશે.

તેમજ સુરતમાં આઠ, વડોદરામાં છ, ભાવનગર અને જામનગરમાં એક-એક ફ્લાય-ઓવરને મંજૂરી અપાઈ છે.

ફ્લાય-ઓવર માટેનું બજેટ સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવાશે.

રાજ્ય સરકારે 2019-20ના વાર્ષિક બજેટમાં મેગા સિટીમાં 75 ફ્લાય-ઓવરના નિર્માણની જાહેરાત કરી હતી.

બેંગલુરુમાં ડિટેન્શન સેન્ટરને આખરી ઓપ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં જાહેરસભાને સંબોધતી વખતે દાવો કર્યો હતો કે ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી.

ત્યારે બેંગલુરુ પાસે ગેરકાયદે પ્રવાસીઓ માટેના ડિટેન્શન સેન્ટરને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે કર્ણાટક સરકાર દ્વારા જાન્યુઆરી 2019માં રાજ્ય સરકારોને જાહેર કરેલા એમએચએ મેન્યુઅલ પર આધારિત ગેરકાયદે પ્રવાસીઓનું કેન્દ્ર છે.

આ એલ-આકારની ઇમારતમાં સાત રૂમ છે. તેમજ એક રસોઈઘર, બાથરૂમ અને 15 બેડ છે. જેને ફિનિશિંગ કરાઈ રહ્યું છે.

આ સેન્ટર પહેલી જાન્યુઆરીથી ખૂલશે.

સેન્ટરમાં સુરક્ષા કર્મચારી અને સમાજ કલ્યાણ વિભાગમાં એક વૉર્ડન, એક સહાયક વૉર્ડન, એક કૂક, એક ક્લાર્ક અને એક અન્ય કર્મચારી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો