કાશ્મીર : શ્રીનગરમાં ગ્રૅનેડથી હુમલો કરાયો, એકનું મૃત્યુ

કાશ્મીર

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં ગ્રૅનેડથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ હુમલામાં અન્ય 15 લોકોને ઈજા પહોંચી છે.

શ્રીનગરમાં હાજર બીબીસીના સહયોગી માજીદ જહાંગીરે અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે હુમલો શ્રીનગરની હરિસિંહ હાઈ-સ્ટ્રિટ પર કરવામાં આવ્યો છે.

શ્રીનગરના એસએસપી હસીબ મુગલના જણાવ્યા અનુસાર, "વિસ્ફોટની ઝપેટમાં આવનારી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ઓછામાં ઓછા 15 લોકોને ઈજા પહોંચી છે."

ઘાયલોને ઉપચાર માટે લઈ જવાયા છે. વિસ્ફોટ બાદ વિસ્તારની સુરક્ષામાં વધારી દેવાઈ છે અને સુરક્ષાદળોએ તપાસ આરંભી દીધી છે.

ગત સપ્તાહે આ જ જગ્યાએ થયેલા એક ગૅનેડ હુમલામાં સાત લોકોને ઈજા પહોંચી હતી.

line

ખીણમાં તણાવ યથાવત્

કાશ્મીર

ઇમેજ સ્રોત, Reuters

ભારત પ્રશાસિત કાશ્મીરના ખીણ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી તણાવપૂર્ણ સ્થિતિ યથાવત્ છે.

ઑગસ્ટમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ના વિશેષાધિકારને ખતમ કર્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધું.

31 ઑક્ટોબરથી આ ફેંસલાનું અમલીકરણ થયું. સરકારે લોકોની અવરજવર અને સંચાર માધ્યમો પર પાબંદી લાદી હતી. કેટલીક પાબંદીઓ હજી પણ યથાવત્ છે.

ખીણમાં ઉપસ્થિત સંવાદદાતાઓ પ્રમાણે હજી પણ ત્યાં સ્થિતિ સામાન્ય થઈ નથી.

કેટલાક રાજકીય વિશ્લેષકોનો દાવો છે કે આનાથી તણાવ અને ડરની સ્થિતિનું સર્જન થયું છે. હુમલાની વેપાર પણ અસર થઈ છે.

આ સમાચાર પર વધુ વિગતોની અપેક્ષા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો