ચિદમ્બરમને કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં મોકલવાનો આદેશ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
આઈએનએક્સ મીડિયા મામલે કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ અજય કુમારે આ આદેશ આપ્યો છે.
જેનો મતલબ એ થયો કે હવે ચિદમ્બરમે દિલ્હીની તિહાડ જેલમાં જવું પડશે.
પી. ચિદમ્બરમની સીબીઆઈએ 21 ઑગસ્ટેના રોજ ધરપકડ કરી હતી.
ચિદમ્બરમે ટ્રાયલ કોર્ટ સામે એક અરજી કરીને માગ કરી હતી કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ત્યારે જેલના અધિકારીઓને તેમની સુરક્ષાના આદેશ આપવામાં આવે.
સાથે જ તેમની માગ હતી કે તેમને એક અલગ કોટડીમાં રાખવામાં આવે, જ્યાં વેસ્ટર્ન ટૉઇલેટની સુવિધા હોય.
વિશેષ કોર્ટે કહ્યું કે પી. ચિદમ્બરમને અલગ કોટડીમાં રાખવામાં આવે. તેમને ઝેડ સિક્યૉરિટી મળેલી છે, જેથી જેલમાં તેમની સુરક્ષાની ચુસ્ત હોવી જોઈએ.
ચિદમ્બરમને તિહાડ જેલમાં મોકલવાના આદેશ બાદ તેમના સમર્થકોએ તિહાડની બહાર મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદર્શકોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મોદી સરકારે ચિદમ્બરમને વિરુદ્ધ ખોટો કેસ બનાવ્યો છે, આ મોદી સરકારનો રાજકીય બદલો છે.

શું છે આઈએનએક્સ કેસ?

ઇમેજ સ્રોત, FB/KartiChidambaram
સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.
કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.
આઈએનએક્સ મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા.
કાર્તી ચિદમ્બરમ ઉપર આરોપ છે કે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડૉલરની માગણી કરી હતી.
સીબીઆઈનો દાવો છે કે આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.
સીબીઆઈનો દાવો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















