ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ, મૃતાંક વધીને 23 થયો

ઇમેજ સ્રોત, GURPREET CHAWLA / BBC
પંજાબના ગુરદાસપુરમાં આવેલી ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોનાં મૃત્યુ થયાં છે.
ફટાકડાની ફેકટરી શહેરી વિસ્તારમાં આવેલી છે, જેની આસપાસ રહેણાક વિસ્તાર અને શાળા પણ છે.
બ્લાસ્ટને લીધે આસપાસની ઇમારતો અને પાસે પાર્ક કરાયેલાં વાહનોને પણ નુકસાન થયું છે.
ગુરદાસપુરના એસડીએમ દીપક ભાટીયાએ બીબીસી પંજાબી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટનામાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
ઈજાગ્રસ્તોને અમૃતસર સ્થિત હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે અભિનેતા સની દેઓલ ગુરદાસપુરથી સંસદસભ્ય છે.
ઘટના બાદ સની દેઓલે ટ્વીટ કર્યું હતું, 'ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના વિશે સાંભળીને દુખ થયું. એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર રેસ્ક્યૂ કામગીરીમાં લાગી ગયાં છે.'
વર્ષ 2012માં તામિલનાડુ સ્થિત ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 34 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















