ગુજરાતને દીકરીઓ કેમ ગમતી નથી? સેક્સ રેશિયોમાં મોટો તફાવત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટ પ્રમાણે 2015થી 2017ના સમયગાળામાં ગુજરાતમાં સેક્સ રેશિયો ચિંતાનજક જણાઈ રહ્યો છે.
ભારતનો સેક્સ રેશિયો 896 છે અને ગુજરાતનો સેક્સ રેશિયો માત્ર 855 છે.
મતલબ કે છોકરાઓના જન્મદરની સામે છોકરીઓનો જન્મદર ઓછો છે.
સેન્સસ ઑફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2011થી 2013ના સમયગાળામાં સેક્સ રેશિયો 911 હતો. જ્યારે તે સમયે દેશનો સેક્સ રેશિયો 909 હતો.
ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સેક્સ રેશિયોમાં ઘટાડો જોવા મળ્યો છે.
સમાજશાસ્ત્રીઓ માને છે કે 'બેટી બચાવો, બેટી પઢાવો' સૂત્રનો બરાબર અમલ થયો નથી. તેઓ માને છે કે લોકો હજુ પણ પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ રાખે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















