જમ્મુ-કાશ્મીરમાં મિનિબસ ખીણમાં ખાબકતા 30નાં મૃત્યુ, 22 ઘાયલ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 1 મિનિટ
ભારત પ્રશાસિત કાશ્મીરના કિશ્તવાર હાઈવે પર મિનિબસ ખીણમાં ખાબકતા 33 મુસાફરોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કિશ્તવાર જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે આ દૂર્ઘટનામાં 33 લોકોનાં મૃત્ય થયાં છે અને 22 લોક ઘાયલ થયા છે. જોકે, સ્થાનિક અને હૉસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે ઘાયલોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
આ મેટાડોર કિશ્તવારથી કેશવાન ગામ જઈ રહી હતી, ત્યારે ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાહન ખીણમાં ખાબક્યું હતું.
ચિનાબ નદીને કિનારે હિમાલયના પર્વતીય વિસ્તારમાં આવેલું કિશ્તવર ગામ શ્રીનગરથી 300 કિમી દૂર છે. આ વિસ્તાર 'ચિનાબ વેલી' તરીકે પણ ઓળખાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ખરાબ રસ્તા અને બસમાં વધુ મુસાફરોની સંખ્યાને લીધે હાલનાં વર્ષોમાં આ વિસ્તાર ઘણાં અકસ્માતો થયાં છે.
ગત અઠવાડિયે જ એક બસ ખીણમાં ખાબકતાં નવ વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં.
કિશ્તવર પ્રશાસને કહ્યું કે સ્થાનિક પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અહીંના રાજ્યપાલ સ્તપાલ મલિકે ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















