સુરતના આ વિકલાંગ કલાકાર પગથી એવાં ચિત્રો બનાવે છે કે જોતા રહી જશો

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સુરતના આ વિકલાંગ કલાકાર પગથી એવાં ચિત્રો બનાવે છે કે જોતા રહી જશો
પ્રકાશિત

ચિત્રકારીને 'હાથનું હુન્નર' કહેવાય છે, પરંતુ સુરતના મનોજભાઈ જ્યારે બંને હાથ વગર કાગળ પર રંગો ભરવાનું શરૂ કરે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે.

10 વર્ષની ઉંમરે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવનારા મનોજભાઈએ હાર ન માની અને હાલમાં મોઢા અને પગના અંગૂઠાનો ઉપયોગ કરી ચિત્રકલામાં તેમણે મહારથ હાંસલ કરી છે.

બંને હાથ ન હોવા છતાં મનોજ પોતાનું જીવન સામાન્ય લોકોની જેમ જ જીવે છે. તેઓ દરરોજ પોતાના આર્ટ સ્ટુડિયો પર જઈ લાગણીઓને આકાર આપતાં ચિત્રો બનાવે છે અને બાળકોને પેઇન્ટિંગ શીખવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મનોજે અત્યાર સુધીમાં નેતા, અભિનેતા, ક્રિકેટર્સ સહિત અનેક લોકોનાં ચિત્રો બનાવ્યાં છે તેમજ તેમની આ કલાકારી માટે તેમણે અનેક ઍવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.

હવે તેમનું સ્વપ્ન 'ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ'માં સ્થાન પ્રાપ્ત કરવાનું છે.

તેમની કહાણી જુઓ આ વીડિયોમાં.

સુરત, ચિત્રકાર, હાથનું હુન્નર, ચિત્રકળા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.