રજવાડાંને ભારતમાં ભેળવીને ભારત સરકારને કેટલી આવક થઈ હતી?

રજવાડાંને ભારતમાં ભેળવીને ભારત સરકારને કેટલી આવક થઈ હતી?
પ્રકાશિત

1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તેની પૂર્વ સંધ્યાએ 562 રજવાડાંનો દેશના અર્ધા હિસ્સા પર કબજો હતો અને એક-તૃતિયાંશ પ્રજા પર શાસન હતું.

બ્રિટનના સૌથી વફાદાર સહયોગી હોવાને કારણે કોઈ તેમનો વાળ વાંકો કરી શકે એમ નહોતું. સૌથી જઘન્ય અપરાધ કરે તેને ઠપકો જ આપવામાં આવતો હતો અને જૂજ કિસ્સામાં તેને ગાદી પરથી હટાવી દેવામાં આવતા હતા.

ભારતે તેના વિભાજન તથા પાકિસ્તાનના સર્જનને લીધે જેટલો પ્રદેશ તથા વસ્તી ગુમાવ્યાં હતાં, એટલો જ પ્રદેશ તથા વસ્તી તેને પ્રાપ્ત થયાં હતાં.

રાજવી પરિવારોને સાલિયાણું આપવાની પ્રથા બે દાયકા સુધી ચાલુ હતી જેમાં કેટલાક લોકોને તો લાખો રૂપિયા મળતા હતા.

તેમને કેવા વિશેષાધિકારો, સવલતો અને સાલિયાણાં મળતાં હતાં તથા રજવાડાં ભારતમાં ભળ્યા તે સમયે ભારત સરકારને શુંં મળ્યું હતું તે જાણીએ આ વીડિયોમાં...