'મને મારાં બાળકો ને પતિ પાસે મોકલી દો', વિઝાના કારણે પાકિસ્તાનમાં ફસાયેલાં રાજકોટનાં પરિણીતાની કહાણી
આ કહાણી છે ગુજરાતના પરવેઝ શેખ અને પાકિસ્તાનના કરાચીમાં રહેતાં તેમનાં પત્ની રેહાના શેખની.
વર્ષ 2015માં પાકિસ્તાનના કરાચીનાં રેહાનાનાં લગ્ન રાજકોટના પરવેઝ શેખ સાથે થયાં હતાં.
રેહાનાના કહેવા પ્રમાણે તેઓ તે સમયથી જ વિઝા લઈને ભારત આવ્યાં હતાં.
દર બે વર્ષના અંતરાલે ભારતમાં તેમના વિઝા સમયસર રિન્યૂ પણ થતા હતા. જોકે, તેમનો પાસપૉર્ટ ઍક્સપાયર થવાનો હોવાથી તેમને પાકિસ્તાન જવું પડ્યું હતું.
આ પહેલાં તેઓ દિલ્હીમાં એક પાસપૉર્ટ બનાવડાવી ચૂક્યાં હતાં. જેની અવધિ પાંચ વર્ષની હતી. તે પૂર્ણ થવાના આરે હતો.
આ સમયગાળા દરમિયાન તેમને NORI વિઝા પણ આપવામાં આવ્યો નહોતો. બાદમાં તેમને 22 દિવસના NORI વિઝા આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં રેહાના તેમના વિઝા રિન્યૂ કરાવવા માટે પાકિસ્તાન ગયાં હતાં. પરંતુ હવે વિઝા રિન્યૂ ન થવાથી રેહાના તેમનાં પતિ અને બે સંતાનો પાસે પરત આવી શકતાં નથી.
હાલ રાજકોટ ખાતે રહેતા તેમના પતિ પરવેઝ શેખ અને સંતાનોની શું સ્થિતિ છે અને પાકિસ્તાનના કરાચીમાં રેહાના તેમના વગર કેવી હાલતમાં જીવી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.
રાજકોટથી ગોપાલ કટેશિયા સાથે બિપિન ટંકારિયા, પાકિસ્તાનના કરાચીથી શુમાઇલા ખાન સાથે ફખીર મુનીરનો અહેવાલ
પ્રૉડ્યૂસર : ઋષિ બેનરજી અને મેહુલ બારોટ
ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



