ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસાનો વરસાદ?ભારતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારી છે. ત્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ, વલસાડ, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો.

તો, મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, ખેડા જિલ્લામાં નડિયાદ પર જોરદાર વરસાદ થયો છે તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં મેઘ વરસ્યા છે.

દાહોદ જિલ્લાના વડવા ગામે ભારે વરસાદના કારણે છરછોડા બિલિયા રોડને જોડતા કૉઝવેનું નાળું તૂટી પડતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દહિકોટ વિસ્તારમાં પાનમ નદીમાં અચાનક વરસાદી પાણીના વહેણ આવી જતા ટ્રક ફસાઈ ગઈ હતી.

આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલીના સાવરકુંડલા, ધારી તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

બીબીસી ગુજરાતી

અત્યારે ક્યાં પહોંચ્યું ચોમાસું?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in

ઇમેજ કૅપ્શન, 

ગુજરાત માટે ચોમાસાને લઈને સારા સમાચાર છે. ભારતમાં ચોમાસુ દક્ષિણના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે.

કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધી ચુક્યું છે.

હવામાન વિભાગ મુજબ આવનારા એક દિવસમાં જ ચોમાસું લગભગ મુંબઈ સુધી પહોંચી જશે. અને મુંબઈમાં ચોમાસું પહોંચે ત્યાર બાદ એક કે બે દિવસના ગાળામાં ચોમાસુ સત્તાવાર રીતે ગુજરાતમાં પહોંચી જતું હોય છે.

સૌથી પહેલાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે.

ત્યાર બાદ બેથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જતું હોય છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? 

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 25 તારીખથી વરસાદ વધવાની શરૂઆત થઈ જશે.

સૌથી પહેલા દક્ષિણ અને પૂર્વ ગુજરાત વલસાડ, નવસારી, અરવલ્લી, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વધતો જશે.

રાજ્યમાં 27થી 30 વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતરના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા છોટાઉદેપુ, ગોધરા પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ જ સમયગાળા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો 27 જૂનની આસપાસ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટના તાલુકાઓમાં પણ વરસાદ વધશે.

કચ્છમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતા વરસાદની શરૂઆત મોડી થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામશે ત્યાર બાદ કચ્છમાં પણ છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જશે.

બીબીસી ગુજરાતી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે આગળ વધી રહી છે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ મધ્યપ્રદેશથી થઈ ગુજરાત અને રાજસ્થાન તરફ આ સિસ્ટમ આવશે.

જ્યારે આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે ત્યારે આપણે ત્યાં ભારે વરસાદ થશે. 

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી