સુપ્રીમ કોર્ટે કેમ પૂછ્યું કે 'ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે?'

સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/gujarathighcourt.nic.in

પ્રકાશિત

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ પર આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પણ કોર્ટ કોઈ સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે આદેશ આપે છે તો તે ‘સંવૈધાનિક સિદ્ધાંત વિરૂદ્ધ’ છે.

ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટે તેને આ પ્રકારની ફટકાર લગાવી હતી.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, “ગુજરાત હાઈકોર્ટમાં આ શું ચાલી રહ્યું છે?”

બીબીસી ગુજરાતી

રેપ પીડિતાની અરજી પર ચુકાદો

હકીકતમાં ગુજરાત હાઈકોર્ટે એક રેપ પીડિતાની અરજી પર ચુકાદો આપ્યો જે અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પૅન્ડિંગ હતી. રેપ પીડિતાએ કોર્ટ પાસેથી ગર્ભપાતની પરવાનગી માગી હતી.

આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવી દીધો. તેથી રેપ પીડિતા સુપ્રીમ કોર્ટમાં ગઈ. પરંતુ આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલુ જ રહી. આ જ મામલે સુપ્રીમમાં આજે સુનાવણી થવાની હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આડે હાથે લીધી.

જેવી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાનો ઉલ્લેખ થયો. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયાનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભારતમાં કોઈ પણ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશની સામે કોઈ ચુકાદો ન આપી શકે. આ સંવિધાનની વિરૂદ્ધ છે. આ ટિપ્પણી જ્યારે કરવામાં આવતી હતી ત્યારે ગુજરાત સરકારના વકીલો પણ કોર્ટમાં ઉપસ્થિત હતા.

બીબીસી ગુજરાતી

ગુજરાત સરકારે કર્યો બચાવ

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN

સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આ મામલે આપેલા ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી ત્યારે ગુજરાત સરકારે પણ તેનો જવાબ આપ્યો.

ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે જે આદેશ આપવામાં આવ્યો તે માત્ર ગત આદેશમાં રહેલી ક્લેરિકલ ક્ષતિને દૂર કરવા માટે માત્ર હતો. ગુજરાત સરકારના વકીલે કહ્યું કે આ માત્ર ગેરસમજ હતી. તેમણે સુપ્રીમ કોર્ટને ખાતરી પણ આપી કે રાજ્ય સરકાર દ્વારા કોર્ટને પોતાનો આદેશ પરત લેવા માટેની અપીલ કરવામાં આવશે.

જોકે સુપ્રીમ કોર્ટે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જો કોઈ મહિલા ગર્ભપાત કરાવા ઇચ્છે તો તે ગર્ભ 24 સપ્તાહનો હોય તો ગર્ભપાત કરાવી શકે છે. પરંતુ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી ઍક્ટ હેઠળ જો 24 સપ્તાહથી વધુ સમયનો ગર્ભ હોય તો મહિલાએ ગર્ભપાતની કોર્ટ પાસે મંજૂરી લેવી પડે છે.

બીબીસી ગુજરાતી

શું હતો આખો મામલો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

25 વર્ષીય રેપ પીડિતાએ ગર્ભપાતની પરવાનગી માટે 7 ઑગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે વખતે હાઈકોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી.

ત્યારબાદ આ મહિલા ગર્ભપાતની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટ ગઈ, પરંતુ હાઈકોર્ટે સ્વસંજ્ઞાન લઈ આ અરજીની સુનાવણી કરવાનું નક્કી કર્યું અને તેની સુનાવણી 8 ઑગસ્ટના રોજ થઈ.

હાઈકોર્ટે મહિલાની ગર્ભાવસ્થાની સ્થિતિ જાણવા માટે એક મેડિકલ ટીમ બનાવવાની જાહેરાત કરી. ત્યારબાદ 10 ઑગસ્ટે આ મેડિકલ ટીમનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટને ગુજરાત હાઈકોર્ટે રેકૉર્ડ પર લીધો પરંતુ તેને 12 દિવસ બાદ એટલે કે 23 ઑગસ્ટ પર રાખવામાં આવ્યો.

હવે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પણ ચાલતી હતી અને હાઈકોર્ટમાં પણ. શનિવારે સુપ્રીમ કોર્ટની વિશેષ સુનાવણી થઈ. જેમાં ગુજરાત હાઈકોર્ટે જે પ્રકારે મહિલાની ગર્ભપાતની મંજૂરીની અરજી ફગાવી તેની આલોચના કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની ગંભીરતા જોતા તેને સામાન્ય કેસની માફક લેવાને બદલે તેના પર તુરંત કાર્યવાહીની જરૂર હતી.

આજે સુપ્રીમ કોર્ટે મહિલાને ગર્ભપાતની મંજૂરી પણ આપી અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટને ફટકાર પણ લગાવી.

બીબીસી ગુજરાતી



બીબીસી ગુજરાતી