સુરતમાં યુવતીના હાથના ટ્રાન્સપ્લાન્ટનું દુર્લભ ઑપરેશન થયું, કેવો રહ્યો સંઘર્ષ?

વીડિયો કૅપ્શન, ગોવાનાં યુવતીનું સુરતમાં હાથના ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઑપરેશન, કેવી રીતે થઈ હતી દુર્ઘટના?
સુરતમાં યુવતીના હાથના ટ્રાન્સપ્લાન્ટનું દુર્લભ ઑપરેશન થયું, કેવો રહ્યો સંઘર્ષ?
પ્રકાશિત

ગોવાનાં રહેવાસી યુવતી આફરીનની હિંમતનું વર્ષો પછી સુખદ પરિણામ આવ્યું છે.

આફરીને પોતાની હિંમત અને ધીરજથી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બાળપણમાં એક દુર્ધટનામાં અડધો હાથ ગુમાવ્યો અને આફરીનની જિંદગીની રાહ મુશ્કેલ બની ગઈ હતી. પણ આફરીને હિંમત ન હારી.

એક દિવસ તેમણે જાણ્યું કે તેમને ફરીથી હાથ મળી શકે છે અને એ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી.

આફરીનને સુરતમાં આ સર્જરી થાય છે એની જાણ થઈ અને આફરીન સુરત પહોંચ્યાં. અને પછી એ ક્ષણ પણ આવી જેની રાહ આફરીને વર્ષો સુધી જોઈ હતી. કેવી રીતે થઈ હતી દુર્ઘટના અને સુરત કેવી રીતે પહોંચ્યાં આફરીન એની પ્રેરક કહાણી આ વીડિયોમાં...

સુરત, હાથનું ટ્રાન્સપ્લાન્ટ, ગુજરાત, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.