You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના કર્તવ્યપથ પર કચ્છની સંસ્કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની
દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. અહીં થતી પરેડમાં ગુજરાતના ધોરડોની ઝાંખીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
'ધોરડો- ગુજરાતના બૉર્ડર ટૂરિઝમની વૈશ્વિક ઓળખ' થીમ પર આ ઝાંખી રજૂ કરાઈ.
પરેડમાં કચ્છના ‘ધોરડો’ સહિત કચ્છની ઓળખ મનાતા ભૂંગા, કચ્છી હસ્તકળા, રોગન આર્ટ, રણોત્સવ અને ટેન્ટ સિટીએ સૌનું આકર્ષણ ખેંચ્યું હતું.
કચ્છના ભૂંગા ન કેવળ ધોરડો, પણ સમગ્ર કચ્છની સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. આ ભૂંગા માટીથી બનેલાં વર્તુળાકાર ઝૂંપડાં જેવા હોય છે.
ગાર-માટી, વાંસ, લાકડાં અને કાથીનો ઉપયોગ કરીને બનાવાયેલા ભૂંગા ઇકૉ-ફ્રેન્ડલી હોવાની સાથોસાથ ભૂકંપ સામે ટકી રહેવાની તેની ક્ષમતાના કારણે પણ જાણીતા છે.
'ગરમીમાં ઠંડક અને ઠંડીમાં હૂંફ' આપવાની તેની ખાસિયત પણ છે.
ઉલ્લેખનીય છે કે યુનેસ્કોએ આ કચ્છની કળાને ‘ગુજરાતનો અમૂર્ત વારસો’ જાહેર કરેલો છે.