You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોનાં મોત, અગિયારના મૃતદેહો મળ્યા
મોરબી પુલ દુર્ઘટના : સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોનાં મોત, અગિયારના મૃતદેહો મળ્યા
પ્રકાશિત
મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના સ્વજનોનાં પણ મોત થયાં છે.
બીબીસી સાથે વાત કરતા મોહન કુંડારિયાએ કહ્યું કે આ ઘટના મોરબી અને સમગ્ર ગુજરાતમાં માટે દુખદ છે. કુંડારિયાએ મોરબીના લોકોને પણ બચાવ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.
મોહન કુંડારિયાએ કહ્યું કે "મારા બનેવીના ભાઈનાં ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો ગુમાવ્યાં છે. અગિયાર મૃતદેહો મળ્યા છે. એક બાકી છે."
ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે આપેલી માહિતી પ્રમાણે 141 લોકોનાં મોત થયાં છે. અલગઅલગ ટીમો દ્વારા હાલ બચાવ કામગીરી પણ ચાલુ છે.