You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'Made In Pakistan' પંખાને કારણે પોલીસ સ્ટેશનના ચક્કર
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મદરેસાને દાનમાં મળેલા પંખાના કારણે મૌલવીને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. યુપીના કુશીનગર જિલ્લાના વિષ્ણુપુર પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવેલી મદરેસા કાદરિયા હકીકત ઉલ ઉલૂમમાં લગાવેલો પંખો ખરાબ થઈ ગયો હતો.
જેને રિપેર કરાવવા માટે મદરેસાના લોકો તેને એક કારીગર પાસે લઈ ગયા. જેવો કારીગરે પંખો ખોલ્યો, ત્યારે તેની નજર પંખા પર લખેલ ‘MADE IN PAKISTAN’ પર પડી.
આ વાત આજુબાજુના લોકો સુધી પહોંચી અને ધીરે ધીરે વિસ્તારમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ અને મામલો પોલી સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
મદરેસા સંચાલકોનું શું કહેવું છે અને શા માટે એક પંખાને કારણે ચકચાર જાગી, તેના વિશે જાણો વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન