You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઝાદી બાદ પ્રથમ વખત આ ગામને મળ્યું મતદાનમથક, પણ ગ્રામજનો નાખુશ કેમ?
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી અને દરિયાના સંગમસ્થાને આવેલા ટાપુ આલિયાબેટમાં 500થી વધુ લોકો રહે છે.
આઝાદીનાં 75 વર્ષ બાદ આલિયાબેટમાં પહેલી વખત મતદાનમથક ઊભું કરવામાં આવ્યું છે.
આમ થવાથી ગ્રામજનોને મતદાન કરવા માટે ખાવો પડતો 80 કિલોમીટરનો ધક્કો બચી જશે.
જોકે, આ વાતથી ખુશ થવાની જગ્યાએ ગ્રામજનો હજુ પણ નિરાશ છે.
લોકોની ફરિયાદ છે કે તેમને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. ગામની અંદરના રસ્તો તો ઠીક, નજીકમાં આવેલા મુખ્ય શહેર સુધી જોડતા રસ્તા પણ નથી.
અહીંનાં બાળકોને જો ભણવું હોય તો સ્કૂલની જગ્યાએ એક ઝાડના છાંયડાનો આશરો લેવો પડે છે.
આલિયાબેટના લોકોને પડી રહેલી તકલીફો અને તેને લઈને તંત્ર શું કરી રહ્યું છે?
જુઓ બીબીસીનો આ અહેવાલ...