દીકરાને મારવા આવેલા બંદૂકધારીઓને આ વૃદ્ધ માતાએ ઝાડુથી કેવી રીતે ભગાડ્યા?

વીડિયો કૅપ્શન,
દીકરાને મારવા આવેલા બંદૂકધારીઓને આ વૃદ્ધ માતાએ ઝાડુથી કેવી રીતે ભગાડ્યા?
પ્રકાશિત

"ગોળી વાગવી હોત તો વાગી જાત, મને તેમનાથી ડર ન લાગ્યો."

આ શબ્દો હરિયાણાના એ વૃદ્ધ માતા શકુંતલાદેવીનો છે કે જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

તેમનો પુત્ર જ્યારે ઘરની બહાર ઊભો હતો ત્યારે કેટલાક હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો.

ઓચિંતા જ થયેલા આ હુમલાને જોઈને શકુંતલાદેવી ગભરાયાં નહોતાં અને તેઓ તેમના પુત્રને બચાવવા ઝાડુ લઈને દોડ્યાં હતાં. જેને કારણે હુમલાખોરો ભાગી ગયા હતા.

શકુંતલાદેવી શું કહે છે? કઈ રીતે તેમણે પોતાના દીકરાને બચાવ્યો?

વધુ જુઓ વીડિયોમાં...

હરિયાણા