You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: પલસાણામાં ફૅકટરીની ટાંકીમાં ઊતરેલા ચાર શ્રમિકોનાં મોત, ખરેખર શું બન્યું હતું?
સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે એક મિલમાં ઢળતી સાંજે એક હૃદય કંપાવનારી ઘટના બની છે. રિસાઇકલિંગ પ્લાન્ટની વૉટર ટૅન્કમાં સાંજના સમયે સફાઈ માટે ઊતરેલા કુલ ચાર શ્રમિકોનાં મૃત્યુ થયાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ શ્રમિકોના કોઈ અજાણ્યા કારણથી થયેલી ગૂંગળામણને કારણે મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું છે.
મૃત્યુ પામેલા ચારેય મજૂરો બિહારના વતની હતા.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી અનુસાર, ટાંકીમાં ઊતરેલા ચારેય શ્રમિકો બહાર ન આવતા મિલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બારડોલી, કામરેજ ઈઆરસી, પીઈપીએલ તેમજ હોજીવાલા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૅસ્ક્યૂ કરી તમામ ચારેય લોકોને ટૅન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, સારવાર મળે તે પહેલાં તમામ લોકોનાં મોત નીપજી ચૂક્યાં હતાં.